શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. શ્રાદ્ધ પક્ષ
Written By
Last Updated : શુક્રવાર, 16 સપ્ટેમ્બર 2016 (17:08 IST)

શ્રાદ્ધમાં દીકરીને ખવડાવો આ ભોજન : દરિદ્રતા થશે દૂર, બનશો ધનવાન

શાસ્ત્રોમાં વર્ણન છે કે મહાલક્ષ્મીના આઠ સ્વરૂપ છે.  લક્ષ્મીજીના આ સ્વરૂપ જીવનની આધારશિલા છે. આ આઠ સ્વરૂપમાં લક્ષ્મીજી જીવનના આઠ જુદા-જુદા વર્ગો સાથે સંકળાયેલ છે. આ આઠ લક્ષ્મીની સાધના કરવાથી માનવ જીવન સફળ થઈ જાય છે. અષ્ટ લક્ષ્મી સાધનાનો ઉદ્દેશ્ય જીવનમાં ધનના અભાવને મટાવે છે. ઘરની દીકરીના રૂપમાં મહાલક્ષ્મી દરેક માણસના અંગ-સંગ રહે છે. 
શ્રાદ્ધ 16 સપ્ટેમ્બર શુક્રવારથી આરંભ થઈ રહ્યું છે. સાથે લક્ષ્મીનો પ્રિય દિવસ શુક્રવાર છે. આમ તો શ્રાદ્ધ પક્ષમાં માત્ર પિતરોના પૂજન કરવાનું  વિધાન છે. પણ ભાદ્રપદ શુક્લ અષ્ટમી એટલે કે રાધાઅષ્ટમીથી લઈને પિતર પક્ષની અષ્ટમી સુધી આ 16 દિવસોમાં મહાલક્ષ્મીની ખાસ કૃપા બરસે છે અને આ જ દિવસોમાં મહાલક્ષ્મી વ્રત પણ સંપૂર્ણ હોય છે. શ્રાદ્ધ પક્ષમાં ખાસ રૂપથી  લક્ષ્મીના ગજલક્ષ્મી સ્વરૂપનું  પૂજન કરવાનું  વિધાન છે. 
 
મહાલક્ષ્મીની વિશેષ કૃપા મેળવવા માટે તમારા ઘરની અપરિણીત પુત્રી કે પરિણીત દીકરીને ખાસ ભોજન કરાવીને કે પરિણીત દીકરીને સાસરિયામાં વિશિષ્ટ ભોજન સામગ્રી મોકલાવીને પણ લક્ષ્મી કૃપા મેળવી શકો છો. 
* સોમવારે ભાતની ખીર ખવડાવો .

* મંગળવારે ઈમરતી(જલેબી)ખવડાવો . 
 
* બુધવારે સાબૂદાણાની ખીર ખવડાવો . 
 
* ગુરૂવારે ચણાના લોટનો હલવો ખવડાવો 
 
* શુક્રવારે મખાણાની ખીર ખવડાવો 
 
* શનિવારે બદામનો હલવો ખવડાવો 
 
* રવિવારના દિવસે મધ ભેંટ કરો.

 
જો ઘરમાં દીકરી કે કન્યા ન હોય તો કોઈ સુહાગન મહિલાને કલશ, ઈત્ર, લોટ, ખાંડ અને ઘી ભેંટ સ્વરૂપ આપી શકો છો. જો મહિલા બ્રાહ્મણી હોય તો વધારે સારું. એની સાથે કોઈ કુમારી કન્યાને નારિયેળ, શાકર અને મખાણા ભેંટ કરી મહાલક્ષ્મીની વિશેષ કૃપા મેળવી શકો છો. 
વિશેષ- કોઈ પણ શ્રાદ્ધ વાળા દિવસે સિંઘાડાના લોટની બનેલી મીઠા-નમકીન પકવાન ખવડાવી શકો છો. જે સામગ્રી સુહાગન અને કુમારી કન્યાને આપવાની કહ્યું છે એ તમે તમારી દીકરીને પણ આપી શકો છો. 
 
મહાલક્ષ્મી સ્વરૂપ તમારા ઘરની લક્ષ્મીને આ ભોજ્ય પદાર્થ અને ભેંટ શ્રાદ્ધના ખાસ  દિવસ આપવાથી ધનની કમી નહી હોય. માણસ કર્જાના ચક્રવ્યૂહથી બહાર આવી  જાય છે. ઉમરમાં વૃદ્ધિ હોય છે. બુદ્ધિ કુશાગ્ર હોય છે. પરિવારમાં ખુશહાળી આવે છે. સમાજમાં સમ્માન મળે છે. પ્રણય અને ભોગનું સુખ મળે છે. માણસનો સ્વાસ્થય સારું હોય છે અને જીવનમાં વૈભવ આવે છે.