મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. શ્રાદ્ધ પક્ષ
Written By

દાન કરતી વખતે આ મંત્ર બોલશો તો શ્રાદ્ધ અક્ષય થઈ જશે

આપણા ધર્મ શાસ્ત્રોમાં પિતૃ પક્ષ દરમિયાન કરવામાં આવેલ અનેક પરંપરાઓ વિશે લખ્યુ છે. એ જ મુજબ શ્રાદ્ધમાં યથાશક્તિ બ્રાહ્મણોને બોલીવીને ભોજન કરાવવાથી અને તેમને દાન આપવાથી શ્રાદ્ધ અક્ષય થઈ જાય છે. પિતૃ પક્ષમાં યથાશક્તિ દાન આપવાની પરંપરા છે. એવી માન્યતા છે કે જે પણ દાન આપણે અહી કરીએ છીએ તે બધી વસ્તુઓ આપણા પિતરોંને પિતૃ લોકમાં પ્રાપ્ત થાય છે. 

દાન આપવા માટે પણ કેટલાક નિયમોનું પાલન કરવુ જરૂરી હોય છે. જો તમે કોઈ વસ્તુ દાન કરી રહ્યા છો તો તેની સાથે થોડા પૈસા પણ આપવાના હોય છે. ત્યારે જ દાનનું પૂર્ણ ફળ મળે છે. બ્રાહ્મણોને દાન આપતી વખતે મંત્રનું ઉચ્ચારણ પણ કરવાનું હોય છે. એ મંત્ર આ મુજબ છે.

यस्य स्मृत्या च नामोक्त्या तपोयज्ञक्रियादिषु।
न्यूनं सम्पूर्णतां याति सद्यो वन्दे तमच्युतम्।

દાન આપતી વખતે આ શ્લોક બોલીને ભગવાન વિષ્ણુને શ્રાદ્ધકર્મની શુભ ફળની પ્રાર્થના કરવુ જોઈએ.