શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. શ્રાવણ મહિનો
Written By
Last Updated : રવિવાર, 30 જુલાઈ 2017 (12:37 IST)

શ્રાવણ માસમાં તમારી રાશિ મુજબ શિવને પ્રસન્ન કરો

શાસ્ત્રોમાં પવિત્ર શ્રાવણ માસને મનોકામના પૂર્ણ કરતા માસ ગણાયું છે. સૃષ્ટિના સંકારક શિવના પૂજનમા રૂપમાં ગણાતા આ માસ ઘણી બાધાઓને દૂર કરે છે. 
વિદ્વાન મુજબ શ્રાવણ માં કરેલ શિવ પૂજાથી બધી મનોકામના પૂરી થઈ શકે છે. આટલું જ નહી કુંડળીમાં ગ્રહ દોષ હોય અને કાર્યમાં મુશ્કેલીઓ આવી રહી હોય તો રાશિ  મુજબ દેવોના દેવ મહાદેવનું પૂજનથી બધા કષ્ટ ના અંત હોય છે. webdunia gujarati પર દરરોજ નવા Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે subscribeનો લાલ બટન દબાવો 

મેષ રાશિના જાતકોને શ્રાવણમાં શિવજીને આંકડાના ફૂલ ચઢાવા જોઈએ. કારણકે આ રાશિનો સ્વામી મંગળ છે. આથી એને દરેક મંગળવારે શિવલિંગ પર લાલ ફૂલ અર્પિત કરવા જોઈએ. હનુમાનજીને શિવજીના અંશવતાર ગણાય છે આથી હનુમાનજીની પૂજાથી પણ લાભ મળે છે. 
વૃષભ રાશિના જાતકોનું સ્વામી શુક્ર છે. શુક્રાચાર્યએ અસુરોના ગુરૂ ગણાય છે. શુક્રાચાર્ય પણ શિવજીના ભક્ત હતા. આથી શુક્રને પ્રસન્ન કરવા માટે દરરોજ શિવલિંગ પર દૂધ અને જળ ચઢાવો. 

મિથુન રાશિના જાતકો આખા શ્રાવણ માહ દરરોજ  શિવલિંગ પર 3 બિલ્વપત્ર ચઢાવો. મિથુન રાશિના લોકોનું સ્વામી છે બુધ. બુધને પ્રસન્ન કરવા માટે દરેક બુધવારે ગાયને લીલી ઘાસ ખવડાવો. બુધવારે જ કોઈ કિન્નરને ધનનું દાન કરો. 
કર્ક રાશિ વાળા શ્રાવણ માસમાં શિવજીને ચંદન અને ચોખા ચઢાવો. કર્ક રાશિના સ્વામી છે ચંદ્ર. શ્રાવણ માસના દરેક સોમવારે શિવલિંગ પર જળ અને દૂધ ચઢાવું જોઈએ . સાથે જ , ચંદ્રથી સંબંધિત વસ્તુ દૂધનું દાન કરવું જોઈએ. 

સિંહ રાશિના જાતક શ્રાવણ માસમાં દરેક સાંજે શિવલિંગ પાસે ઘી નું દીપક પ્રગટાવો. આ રાશિના સ્વામી સૂર્ય છે. સૂર્યદેવની પૂજા કરો. રોજ સૂર્યને જળ ચઢાવો. શ્રાવણ માસમાં દરરોજ આ ઉપાય કરવાથી શુભ ફળ મળે છે. 
કન્યા રાશિના જાતકો  શ્રાવણ માસમાં  દરરોજ  શિવલિંગ પર 11-1 1 બિલ્વ પત્ર અર્પિત કરો. કન્યા રાશિના સ્વામી ગ્રહ છે બુધ. દર બુધવારે શિવજીના પુત્ર ભગવાન ગણેશને દૂબ ચઢાવો નિયમિત રૂપથી પ્રથમ પૂજ્ય ગણેશજીની પૂજા કરવાથી બધા પ્રકારના ગ્રહ દોષોની શાંતિ થઈ જાય છે. 
 
 
 
 
 
 

 
તુલા રાશિના જાતકો  શ્રાવણ માસમાં શિવજીને માખણ અને શાકરના ભોગ લગાડો. આ રાશિના સ્વામી શુક્ર જ છે. શુક્રને પ્રસન્ન કરવા માટે શુક્રવારે કોઈ જરૂરિયાત માણસને વસ્ત્રના દાન કરો. 










વૃશ્ચિક રાશિના જાતકો  શ્રાવણ માસમાં  દરરોજ  શિવલિંગ પર કાચું દૂધ અર્પિત કરો. વૃશ્ચિક રાશિના સ્વામી મંગળ છે. મંગળને પ્રસન્ન કરવા માટે દરેક મંગળવારે શિવજીને અંશવતાર હનુમાનને સિંદૂર અને ચમેલીનું તેલ ચઢાવો. મસૂરની દાળના દાન કોઈ જરૂરિયાત માણસને કરો. શિવલિંગ પર લાલ ફૂલ ચઢાવો. 
 
 
 
 

ધનુ રાશિના જાતકો  શ્રાવણ માસમાં  દરરોજ  શિવલિંગ પર બિલ્વ પત્ર અને આંકડાના ફૂલ ચઢાવો. આ રાશિના સ્વામી દેવતાઓના ગુરૂ વૃહસ્પતિ છે. શિવલિંગ પર પીળા રંગની વસ્તુ જેમકે પીળા ફૂલ ચઢાવો. પ્રસાદમાં ચણા ની દાળ અને બેસનના લાડુના ભોગ લગાડો. 






































મકર રાશિના જાતક શ્રાવણમાં શિવલિંગ પર હમેશા તાંબાના લસોટાથી જળ ચઢાવો. આ રાશિના સ્વામી છે શનિ. દરેક શનિવારે શનિ માટે તલે અને કાળી અડદના દાન કરો. કોઈ ગરીબમે કાળા ધાબડાના દાન કરો. શિવલિંગ પર કાળા તલ ચઢાવવાથી હમેશા લાભ હોય છે. 
 

કુંભ  રાશિના જાતકો  શ્રાવણ માસમાં કેસર અને દૂધને જળમાં મિક્સ કરી શિવલિંગ પર ચઢાવો. કુંભ રાશિના સ્વામી શનિદેવ છે. શનિવારે હનુમાન ચાલીસાના પાઠ કરવું જોઈએ. કોઈ ગરીબમે છતરીનું દાન કરો. 
મીન રાશિના જાતક શ્રાવણમાં શિવજીને ચોખ અને ચંદન ચઢાવો. બૃહસ્પતિ ગ્રહને પ્રસન્ન કરવા માટે શ્રાવણ માસના દરેક ગુરૂવારે આખી હળદરનું દાન કરો. પણ ધ્યાન રાખો કે હળદર ક્યારે પણ શિવજી પર ન ચઢાવો. પીળા રંગના અન્ન ના દાન કરો. શિવજીને બેસનના લાડુના ભોગ લગાડો.