ગુરુવાર, 28 માર્ચ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. શ્રાવણ મહિનો
Written By
Last Modified: રવિવાર, 30 જુલાઈ 2017 (11:13 IST)

જાણો મંગલા ગૌરી વ્રત પૂજા કેવી રીતે કરીએ ?

ભગવાન શિવને પ્રિય શ્રાવણ માસમાં પડનાર બધા મંગળવારે મંગળા ગૌરી વ્રત રખાય છે. આ વ્રત સુખ-સૌભાગ્યથી સંકળાયેલો હોવાના  કારણે સોહાગણ સ્ત્રીઓ કરે છે. 
સોહાગણ સ્ત્રીઓ આ વ્રતને પરિના દીર્ધાયું અને સંતાન-સુખની કામનાથી કરે છે. 
 
આવી રીતે કરો મંગળા ગૌરી વ્રત 
 
* આ વ્રતના સમયે બ્રહ્મ મૂહૂર્તમાં જલ્દી ઉઠો. 
 
* નિત્ય કર્મથી નિવૃત થઈ સાફ સુથરા નવા વસ્ત્ર પહેરીને વ્રત કરવું જોઈએ. 
 
* માતા મંગળા ગૌરીનો ચિત્ર કે ફોટા લો. 
 
* પછી- मम पुत्रापौत्रासौभाग्यवृद्धये श्रीमंगलागौरीप्रीत्यर्थं पंचवर्षपर्यन्तं मंगलागौरीव्रतमहं करिष्ये।’  આ મંત્રની સાથે વ્રતના સંક્લ્પ કરવું જોઈએ. 
 
* વ્રતનો સંક્લ્પ- હું મારા પતિ-પુત્ર-પૌત્ર, તેમના સૌભાગ્ય વૃદ્ધિ અને મંગળા ગૌરીની કૃપા પ્રાપ્તિ માટે આ વ્રત કરી રહી છું. 
 
પછી મંગળા ગૌરીની એક પાટા પર લાલ કપડા પથારીને ફોટા સ્થાપિત કરો. પછી તેની સામે એક લોટનો દીવો જેમાં 16  બાતી હોય પ્રગટાવો. 
 
'कुंकुमागुरुलिप्तांगा सर्वाभरणभूषिताम्।
नीलकण्ठप्रियां गौरीं वन्देहं मंगलाह्वयाम्...।।'  
 
આ મંત્ર બોલતા માતા મંગળા ગૌરીનો પૂજન કરાય છે. માતાના પૂજન પછી16 માલા, લવિંગ, સોપારી, ઈલાયચી, પાન, લાડુ, સોહાગણ સામગ્રી, 16 બંગળી અને મિઠાઈ ચઢાવાય છે. તે સિવાય 5 સૂકા મેવા, 7 પ્રકારના અનાજ વગેરે હોવા જોઈએ. * પૂજન પછી મંગળા ગૌરીની કથા સંભળાય છે.
 
* આ વ્રતમાં એક જ સમય અન્ન ગ્રહણ કરીને આખો દિવસ માતા પાર્વતીની આરાધના કરાય છે.