શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. શ્રાવણ મહિનો
Written By
Last Modified: મંગળવાર, 2 ઑગસ્ટ 2016 (14:38 IST)

શ્રાવણ મહિનાના પવિત્ર માસે છપતિયાળા મહાદેવના દર્શન

ગીરગઢડા તાલુકાના વડવીયાળા ગામે ઉતર તરફ ૪ કિ.મી. ના અંતરે આવેલ છપતિયાળા મહાદેવ અને રૂશિતોયા નદી , આ રૂશિતોયા નદી બહુજ પૌરાણીક ૨૫ હજાર વર્ષ પહેલાથી જ અહિયા પ્રસીધ છે. જે આ નદીના કીનારે દ્રોણેશ્વર માહાદેવનુ પ્રસિધ્ધ મંદિર છે,

દ્રોણગુરૂએ આંબાની ગોઠલી અગ્નિ મા ચેકીને કુંતાજી ને આપી હતી,અને આ ગોઠલીમાથી આંબો ઉગે અને તેને કેરીનુ ફળ આવે ત્યારે તે ફળ ખાવાનુ કહેતા કુંતાજી ત્યાથી રાત્રીવાસો કરવા પાંચ પાંડવો સાથે રૂશીતોયા નદીના કીનારે દક્ષીણ તરફ ૪.કિ.મી. ચાલીને રાત્રિવાસો કર્યો.

સવાર પડ્યે રૂશિતોયા મા શ્નાન કરીને પુજા વીધીમાટે પાંચ પાંડવો અને કુંતામાતાએ એક પાણીની માટલી ઉધી વાળીને પોતાના સતને પ્રકાશ્યુ જેનાથી શિવલીંગનુ પ્રાગટ્ય થયુ.તેની પુજા માતા કુંતાએ અને પાંચ પાંડવોએ એકસાથે સહીયારી કરી જેથી ૬ ના સહીયારા એટલે છ પતિયાળા નામ પડ્યુ અને ગંગા જેટ્લી પવીત્ર નદી વહે છે, જેનુ હાલનુ નામ મછુંદ્રી નદી તરીકે ઓળખાય છે જે નદી મછુંન્દર નાથ નામના પહાડ માથી  નીકળે છે.
પુજાવીધી કરી માતા કુંતા અને પાંડવો દ્રોણગુરૂએ કરેલ શીવલીંગની સ્થાપનાના સ્થળે ગયા ત્યા ગુરૂ દ્રોણ શીવ પુજા કરતા હતા, કુંતા ને કપટ કરીને આપેલી ગોઠલી પોતાના સતથી જમીનમા રોપી પાણી સીચતા અચરજ ભર્યુ આંબાનુ જાડ પ્રગટ થયુ અને કેરીના ફળ આવ્યા ત્યા આવેલા કુંતાકુંડ ઉપર આંબાની ડાળ માથી ફળ મીઠા થાય છે અને દ્રોણેશ્વર મંદિર પરની ડાળના ફળ ખાટા થાય છે  ૫૮૩૬ વર્શ પૌરાણીક આ કથાછે દેશના ખુણે ખુણેથી દર્શનાર્થીઓ દર્શન કરવા આવે છે અને ક્રૂત ક્રુત્યતા અનુભવે છે અને લોકોની મનો કામના પુર્ણ થાય છે