ગુરુવાર, 28 માર્ચ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. શ્રાવણ મહિનો
Written By

શ્રાવણ માસ વિશેષ : વિવિધ અભિષેકથી શિવજીને પ્રસન્ન કરો

શિવલિંગ ભગવાન શંકરનું એવું મંગલમયરૂપ છે, જેના પર અભિષેક કરવાથી મનુષ્યોના કરોડો જન્મોનાં પાપ નષ્ટ થઈ જાય છે. પુરાણોમાં શિવલિંગ પર વિવિધ વસ્તુના અભિષેક તથા ફૂલોથી પૂજન કરવાનું મહત્ત્વ જણાવાયું છે. શાસ્ત્રો અનુસાર શિવલિંગ પર વિવિધ વસ્તુઓનો અભિષેક કરવાથી ભક્તની તમામ મનોકામના પૂર્ણ થાય છે તથા સંકટમાંથી પણ તેને મુક્તિ મળે છે.

* ભગવાન શંકરને ગંગાજળનો અભિષેક બહુ પ્રિય છે, તેથી જ તો તેમને ગંગાધર પણ કહેવામાં આવે છે. ગંગાજળ દ્વારા અભિષેક કરવાથી ભોગ અને મોક્ષ બંને મળે છે
.
* મનની શાંતિ માટે શિવલિંગ પર જળથી અભિષેક કરવો.

* ભૌતિક સુખ-સાધનોની પ્રાપ્તિ માટે સુગંધિત તેલથી શિવલિંગ પર અભિષેક કરવો જોઈએ.

* શિવલિંગ પર શેરડીના રસથી અભિષેક કરવામાં આવે તો સંપૂર્ણ આનંદ અને શાંતિ મળે છે.

* સારા સ્વાસ્થ્ય માટે તથા રોગમુક્ત રહેવા માટે મધથી શિવલિંગ પર અભિષેક કરવો જોઈએ.

* સંતાનપ્રાપ્તિ તથા વંશવૃદ્ધિ માટે શિવસહસ્ત્ર નામોનું ઉચ્ચારણ કરતાં-કરતાં શિવલિંગ પર અભિષેક કરવો.

* ધન-સંપત્તિની પ્રાપ્તિ માટે કમળ, બીલીપત્ર અને શંખપુષ્પ દ્વારા ભગવાન શિવનું પૂજન કરવું

* જો તમને અલ્પાયુ કે અકસ્માતનો ભય સતાવતો હોય તો એક લાખ દુર્વા દ્વારા ભોળાનાથની પૂજા કરવી.
* પુત્રકામના માટે ધતૂરાનાં ફૂલોથી ભગવાન શંકરની પૂજા કરવી.

* માન, પ્રતિષ્ઠા અને યશની પ્રાપ્તિ માટે એક લાખ અગત્સ્યનાં ફૂલોથી શિવનું પૂજન કરવું.

* ચમેલીનાં ફૂલો વડે ભોળાનાથનું પૂજન કરવાથી વાહનસુખ મળે છે.

* જૂહીનાં ફૂલોથી શિવપૂજન કરવાથી ઘરમાં ક્યારેય અન્નની ઊણપ રહેતી નથી.

* કરેણનાં ફૂલો દ્વારા શંકર ભગવાનનું પૂજન કરવાથી સુંદર વસ્ત્રોની પ્રાપ્તિ થાય છે.