ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. શ્રાવણ મહિનો
Written By

શ્રાવણ સોમવારના રોજ ઉપવાસ કેમ કરવામાં આવે છે ?

શ્રાવણ મહિનામાં કોઈ અઠવાડિયામાં એકાદ દિવસે ઉપવાસ કરે છે તો કોઈ આખો મહિનો ઉપવાસ કરે છે. ઘણા લોકો વિશેષ કરીને સોમવાર પાળે છે, અર્થાત સોમવારે ઉપવાસ કરે છે. પણ કેમ સોમવારે ઉપવાસ કરવામાં આવે છે ? આજે જાણીએ આ પ્રશન્નો જવાબ..

સોમવાર આ શંકરનો વાર ગણાય છે, તેથી શંકરને ખુશ કરવા માટે સોમવારના દિવસે અનેક મહિલાઓ અને કુંવારી કન્યાઓ ઉપવાસ કરે છે. દેવોના દેવ એટલે જ મહાદેવ. શ્રાવણ મહિનામાં સંપૂર્ણ ભારતમાં દરેક મંદિરોમાં, ઘરોમાંથી હર હર મહાદેવની ધૂન સાંભળવા મળશે. શ્રાવણના દરેક સોમવારે દરેક મંદિરોમાં મહાદેવની પૂજા વિશેષ પદ્ધતિથી કરવામાં આવે છે. તેનુ કારણ એ છે કે આપણા હિંદૂ ગ્રંથોમાં શ્રાવણ મહિનામાં શિવ પાર્વતીની પૂજાનું ખૂબ અધિક મહત્વ દર્શાવવામાં આવ્યુ છે. શ્રાવણ મહિનામાં કરવામાં આવેલ શિવ પૂજા અને વ્રત ખૂબ ફળદાયક માનવામાં આવે છે. કારણ કે શ્રાવણ મહિનાને શંકર ભગવાનની ઉપાસનાનો મહિનો કહેવામાં આવે છે.

શ્રાવણ વ્રત કથા

દેવી સતીએ તેના પિતા દક્ષને ઘરે યોગશક્તિ વડે શરીરનો ત્યાગ કર્યો હતો. એ પહેલા દેવી સતીએ શંકરને દરેક જન્મમાં પોતાના પતિ રૂપે મેળવવાની પ્રતિજ્ઞા લીધી હતી. દેવી સતીએ તેમના બીજા જન્મમાં પાર્વતીના નામે રાજા હિમાચલ અને રાણી મૈનાની ઘરે પુત્રીના રૂપે જન્મ લીધો. પાર્વતીએ શ્રાવણ મહિનામાં નિરાધાર રહીને કઠોર વ્રત કરીને મહાદેવને પ્રસન્ન કર્યા અને તેમની સાથે લગ્ન કર્યા. ત્યારબાદથી મહાદેવ માટે શ્રાવણ મહિનો વિશેષ બની ગયો. તેથી જ શ્રાવણ મહિનામાં યુવતીઓ સુયોગ્ય વર મેળવવા માટે શ્રાવણ સોમવાર કરે છે.