બુધવાર, 24 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. શીખ
  4. »
  5. શીખ તહેવારો
Written By વેબ દુનિયા|

ખાલસા પંથની સ્થાપનાનો તહેવાર વૈશાખી

W.DW.D

વૈશાખી નામ વૈશાખથી બનેલ છે. પંજાબ અને હરીયાણાના ખડૂતો પાક લઈ લીધા બાદ નવા વર્ષની ખુશીની ઉજવણી કરે છે. એટલા માટે વૈશાખી પંજાબ અને તેના આજુબાજુના પ્રદેશોનો મોટો તહેવાર છે. આ રવિ પાક થવાની ખુશીનું પ્રતિક છે. આ દિવસે જ 13 એપ્રીલ 1699 નાં દસમા ગુરૂ ગોવિંદસિંહજીએ ખાલસાપંથની સ્થાપના કરી હતી. શીખ આ તહેવારને સામુહિક જન્મદિવસ તરીકે ઉજવે છે.

પ્રકૃતિનો એક નિયમ છે કે જ્યારે પણ કોઇ અન્યાય અને અત્યાચારની પરાકાષ્ઠા હોય છે તો તેને સુલઝાવવા માટે અથવા તેના ઉપાય માટે કોઇ કારણ પણ બની જાય છે. આ નિયમાધિન જ્યારે મુગલ શાસક ઔરંગજેબ દ્વારા જુલ્મ, અન્યાય તેમજ અત્યાચારની બધી જ સીમાઓ લગાવીને શ્રી ગુરૂ તેગ બહદુરજીને દિલ્લીમાં ચાંદની ચોક પર શહીદ કરી દેવામાં આવ્યાં હતાં તે સમયે જ ગુરૂ ગોવિંદસિંહે પોતાના અનુયાયિઓને સંગઠિત કરીને ખાલસા પંથની સ્થાપના કરી હતી જેનું લક્ષ્ય હતું ધર્મ અને ભલાઈના આદર્શો માટે હંમેશા તૈયાર રહેવું.

જુના રીત-રીવાજોથી કંટાળેલા, કમજોર અને સાહસ વિનાના થઈ ગયેલા, સદીઓની રાજનીતિક તેમજ માનસિક ગુલામીના કારણે કાયર થઈ ગયાં હતાં. નીચી જાતિના સમજનાર લોકોને જેઓને સમાજ તુચ્છ માનતો હતો તેમને દશમેશ પિતાએ અમૃત પીવડાવીને સિંહ બનાવી દીધા. આ રીતે 13 એપ્રીલ, 1699ના દિવસે શ્રીસગઢ સાહેબ આનંદપુરમાં દસમા ગુરૂ ગોવિંદસિંહજીએ ખાલસા પંથની સ્થાપના કરીને અત્યાચારને સમાપ્ત કરી દીધો હતો.

તેમણે બધી જાતિના લોકોને એક જ અમૃત પાત્રથી અમૃતના પાંચ પ્યાલા સજાવ્યાં. આ પાંચ પ્યાલા કોઇ એક જાતિ કે કોઇ એક સ્થાનના નહોતા પરંતુ અલગ અલગ જાતિ, કુલ તે સ્થાનોના હતાં જેમને ખંડા બાટાનું અમૃત પીવડાવીને તેમના નામની સાથે સિંહ જોડી દીધું. અજ્ઞાની જ ઘંમડી નથી હોતા પરંતુ ઘણી વખત જ્ઞાનીઓને પણ ઘમંડ આવી જાય છે. જે પરિગ્રહ કરે છે તેમને જ ઘમંડ હોય તે જરૂરી નથી અપિગ્રહિઓને પણ ઘણી વખત ઘમંડ આવી જાય છે.

અહંકારી ઘણી વખત બીલકુલ સુક્ષ્મ અહંકારના શિકાર બની જાય છે. ગુરૂ, જ્ઞાની, ધ્યાની અને ત્યાગી બનવાનો અહંકાર પણ ઘણી વખત વધારે પડતો પ્રબળ બની જાય છે. આ વાત ગુરૂ ગોવિંદસિંહજી જાણતાં હતાં એટલા માટે તેમણે ફક્ત પોતાના ગુરૂત્વને ત્યાગીને ગુરૂ ગાદી ગુરૂગ્રંથ સાહેબને સોંપી નહીં પરંતુ વ્યક્તિ પુજા પણ નિષિદ્વ કરી દીધી.

હિંદુઓ માટે આ તહેવાર નવાવર્ષની શરૂઆત છે. હિંદુઓ આને સ્નાન કરીને, ભોગ લગાવીને અને પુજા કરીને માને છે. એવું કહેવામાં આવે છે કે હજારો વર્ષ પૂર્વ ગંગા આ દિવસે જ પૃથ્વી પર આવી હતી.

કેરલમાં આ તહેવારને વિશું કહેવાય છે. આ દિવસે નવા કપડાં ખરીદવામાં આવે છે, ફટાકડા ફોડે છે અને વિશું કાની શણગારવામાં આવે છે. આમાં ફળ, ફૂલ, અનાજ, વસ્ત્ર, સોનું વગેરેને શગારવામાં આવે છે અને સવારે તેના દર્શન કરવામાં આવે છે. આ દર્શનની સાથે નવા વર્ષમાં સુખ, સમૃધ્ધીની પ્રાર્થના કરવામાં આવે છે.

વૈશાખીના દિવસે શું કરવામાં આવે છે?
* આ દિવસે પંજાબનું પરંપરાગત નૃત્ય ભાંગડા કરવામાં આવે છે અને ગિદ્દા કરવામાં આવે છે.
* સાંજે આગની આજુબાજુ બેસીને લોકો નવા પાકની ખુશી ઉજવે છે.
* આખા દેશમાં શ્રધ્ધાળુઓ ગુરૂદ્વારામાં પ્રાર્થના માટે ભેગા થાય છે. મુખ્ય સમારોહ આનંદપુર સાહીબમાં થાય છે જ્યાં પંથની શરૂઆત કરવામાં આવી હતી.
* સવારે 4 વાગ્યે ગુરૂ ગ્રંથ સાહિબને સમારોહ પુર્વે રૂમની બહાર લાવાવામાં આવે છે.
* દૂધ અને પાણીથી સ્નાન કરાવ્યાં બાદ ગુરૂ ગ્રંથ સાહીબને ગાદી પર બેસાડવામાં આવે છે. ત્યાર બાદ પંચ પ્યારે પંચબાની ગાય છે.
* દિવસે પ્રાર્થના બાદ ગુરૂને કડા પ્રસાદનો ભોગ લગાવવામાં આવે છે.
* પ્રસાદ લીધા બાદ બધા ગુરૂના લંગરમાં ભેગા થાય છે.
* શ્રધ્ધાળુઓ આ દિવસે કારસેવા કરે છે.
* દિવસ દરમિયાન ગુરૂ ગોવિંદસિહજી અને પંચ પ્યારોના સન્માનમાં ભજન કરવામાં આવે છે.