ગુરુવાર, 28 માર્ચ 2024
  1. ધર્મ
  2. »
  3. શીખ
  4. »
  5. શીખ ધર્મ વિશે
Written By વેબ દુનિયા|

શીખ ધર્મના દસ ગુરૂ સાહિબાન

W.D
શીખ ધર્મનો ઉદભવ માનવ માત્રની ભલાઈ માટે અને મનુષ્યોને એક નવું જીવન પ્રકાશ પ્રદાન કરવા માટે થયો હતો. જ્યાં અહીંયા પ્રાચીન ધર્મોની વિશેષતાઓ ગ્રહણ કરી લેવાઈ છે ત્યાં એવો પણ પ્રયત્ન કરવામાં આવ્યો છે કે જુના ધર્મોની જેમ સંકીર્ણતા, અંધવિશ્વાસ, પુર્ણ કર્મકાંડ અને અવૈજ્ઞાનિક વગેરે અવગુણ ન આવે. એક જ ઈશ્વરવાદની નીવ પર માનવીય એકતા અથવા સંસાર સમ્મેલનના મંદિરનું નિર્માણ કરવાનું આનો મુખ્ય ઉદ્દેશ્ય રહ્યો છે. શીખ ધર્મના સિદ્ધાંત અને શીખ ઈતિહાસની શાનદાર પરંપરાઓ આ વાતનું પ્રત્યક્ષ પ્રમાણ છે. શીખ ધર્મનો સુપ્રરિદ્ધ સિંહનાદ છે-

'नानक नाम चढ़दी कला- तेरे भाणे सरबत का भला।'

આનાથી તે સ્પષ્ટ છે કે પ્રભુ ભક્તિ દ્વારા માણસને ઉંચો ઉઠાવીને બધાનું ભલુ કરવાનું જ આ ધર્મનો પવિત્ર ઉદ્દેશ્ય રહ્યો છે. આના ધર્મ ગ્રંથ, ધર્મ મંદિર, સત્સંગ, મર્યાદા, સમ્મિલિત ભોજનાલય (લંગર) તેમજ અન્ય કાર્યોમાં માનવપ્રેમની પાવન સુગંધ ફેલાય છે. આદિ ગુરૂનાનક સાહિબ તો વિશ્વને નિમંત્રણ આપતાં કહે છે- ભાઈ આવો! આપણે મળીને આપણા પ્રભુના ગુણ કાયમ કરીએ, આનાથી મલિનતા દૂર થઈને પરસ્પર પ્રેમ વધે છે. આવો સાથીઓ મળીને જ આ સફર સુગમતાની સાથે પસાર કરી શકાશે. શીખ ધર્મના પુજ્ય દસ ગુરૂ છે જેમણે આ નવીન માર્ગનું નિર્માણ કર્યું છે, તેમના સદા સ્મરણીય પાવન નામ છે-

ગુરૂ નાનકદેવજી (ઈ.સ. 1469-1539)
ગુરૂ અંગદદેવજી (ઈ.સ. 1504-1552)
ગુરૂ અમરદાસજી (ઈ.સ.1479-1574)
ગુરૂ રામદાસજી (ઈ.સ.1534-1581)
ગુરૂ અર્જનદેવજી (ઈ.સ.1563-1606)
ગુરૂ હરગોવિંદજી (ઈ.સ.1595-1644)
ગુરૂ હરિરાયજી (ઈ.સ.1630-1621)
ગુરૂ હરિકિશનજી (ઈ.સ.1656-1664)
ગુરૂ તેગબહાદુરજી (ઈ.સ.1621-1675)
ગુરૂ ગોવિંદસિંહજી (ઈ.સ.1666-1708)