શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: શનિવાર, 10 સપ્ટેમ્બર 2016 (12:20 IST)

RIO: વાંચો પૈરા ગોલ્ડ મેડલિસ્ટ મરિયપ્પન થાંગાવેલૂની સંઘર્ષ ગાથા

ભારતીય એથલીટ મરિયપ્પન થાંગાવેલૂએ અનેક અવરોધો અને દુર્બળતા છતા રિયો પૈરાલંપિકમાં હાઈ જમ્પ ઈવેંટમાં ગોલ્ડ મેડલ મેળવ્યો. આ 21 વર્ષના અથલીટે ભારતને હાઈ જમ્પમાં પ્રથમવાર ગોલ્ડ મેડલ અપાવ્યો. 
 
આ ભારતના પૈરા ગોલ્ડ મૈડલિસ્ટ વિશે કેટલીક ખાસ વાતો.. 
 
1. મરિયપ્પનનો જન્મ તમિલનાડુના સાલેમ શહેરની પાસે પેરિયાવાદમગાતી નામના ગામમાં થયો હતો. તેની માતા શાકભાજી વેચવાનુ કામ કરે છે. થોડા વર્ષ પહેલા તેમણે મેડિકલ ટ્રીટમેંટ માટે 3 લાખની લોન લીધી હતી. જે તેઓ આજ સુધી ચુકવી શક્યા નથી. 
 
2. જ્યારે મરિયપ્પન પાંચ વર્ષના હતા ત્યારે એક બસ દુર્ઘટનામાં તેને સીધો પગ ઘાયલ થઈ ગયો હતો. શાળામાં જતી વખતે એક  બસ મરિયપ્પનના પગ પર ચઢી ગઈ. જેને કારણે તેની સીધો પગનો ઘૂંટણ ખૂબ ખરાબ રીતે ઘાયલ થઈ ગયો અને તે કાયમ માટે વિકલાંગ થઈ ગઈ. 
 
3. બાળકોમાં તેમણે વોલીબોલમાં રસ લીધો હતો. તેમણે અયોગ્યતા છતા પોતાના શાળાની તરફથી વોલીબોલ રમી. શાળામાં મરિયપ્પનના સ્પોર્ટ્સ ટીચરે તેમાં છિપાયેલા હુનરને ઓળખ્યુ. 
 
4. 15 વર્ષની વયમાં તેમણે જીવનની પ્રથમ હરીફાઈમાં ભાગ લીધો અને સિલ્વર જીતીને બધાને ચોંકાવી દીધા. 
 
5. રાષ્ટ્રીય પૈરા-એથલીટ ચેમ્પિયનશિપ દરમિયાન તેમના કોચ સત્યનારાયણે તેમના હુનરને ઓળખ્યુ, એ સમયે મરિયપ્પન 18 વર્ષના હતા. બેંગલુરૂમાં મુશ્કેલ ટ્રેનિંગ પછી તેઓ 2015માં વર્લ્ડ નંબર 1 બન્યા. 
 
6. ટી-42માં એ એથલીટ આવે છે જે શરીરના નીચલા ભાગથી વિકલાંગ છે. 
 
7. મરિયપ્પનના ગોલ્ડને કારણે ભારત મેડલ ટેલીમાં 26માં નંબર પર પહોંચી ગયો છે. 
 
8. મરિયપ્પન માટે ચેમ્પિયનશીપ જીતવુ નવુ નથી.  તમિલ નાડુના આ એથલીટે ટ્યૂનેશિયામાં ગ્રૈ પ્રીમાં 1.78 મીટરની જમ્પ લગાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો અને રિયો માટે ક્વાલિફાઈ કર્યુ હતુ. પૈરાલંપિકમાં એ-લેવલમાં ક્વાલિફાઈ કરવા માટે 1.60 મીટરની જમ્પ જોઈતી હોય છે. 
 
9. રિયો પૈરાલંપિક ફાઈલમાં મરિયપ્પને 1.89 મીટરની જમ્પ સાથે ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યુ. 
 
10. પૈરાલંપિક રમતોના ઈતિહાસમાં ભારત માટે આ ત્રીજો ગોલ્ડ છે. આ પહેલા 1972માં તૈરાક મુરલીકાંત પેટકર અને જેવલિન થ્રોઅર દેવેન્દ્ર ઝાઝરિયાએ 2004માં ગોલ્ડ જીત્યો હતો.