શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: સોમવાર, 14 જુલાઈ 2014 (10:11 IST)

24 વર્ષ પછી અર્જેન્ટીના બન્યુ ફીફા વર્લ્ડ કપ ચેમ્પિયન

બ્રાઝીલમાં વર્લ્ડ કપની યાત્રા જર્મનીની જીત સાથે પરિપૂર્ણ થઈ. જર્મની ફાઈનલ મુકાબલામાં અજેંટીનાને 1-0થી હરાવી દીધુ . મેચમાં એકમાત્ર ગોલ વધુ સમયમાં થયો. જેને ગોએત્જેએ બનાવ્યો. જર્મનીનો આ ચોથો વર્લ્ડ કપ ખિતાબ છે. 
 
પહેલીવાર દક્ષિણ અમેરિકામાં ચેમ્પિયન બનેલ કોઈ યુરોપિયન ટીમ છે જર્મની. જર્મનીએ 1990ના અંદાજમાં 2014ને અંજામ આપ્યો. અર્જેંટીના અને જર્મનીની વચ્ચે થયેલ આ ફાઈનલ હરીફાઈમાં બંને ટીમો વચ્ચેનુ અંતર છે મારિયો ગોએત્જેએ 113માં મિનિટમાં કરેલો ગોલ.  
 
આ સાથે જ જર્મનીની 24 વર્ષની આતુરતાનો અંત આવ્યો. 1954, 1974 અને 1990 પછી જર્મની ચોથી વાર વર્લ્ડ ચેમ્પિયન બની.  આ પહેલા છેલ્લીવાર મતલબ 1990માં અર્જેંટીનાને આ અંતર મતલબ 1-0થી હરાવીને જર્મની ચેમ્પિયન બન્યુ હતુ.  
 
જેટલો મુખ્ય મુકાબલો હતો ટક્કર પણ એટલી જ જોરદાર હતી. સમગ્ર 90 મિનિટની રમત ગોલની તલાશમા જ ખત્મ થઈ ગઈ. એક ક્ષણે જર્મનીના હીગુઆનની કોશિશ નિષ્ફળ ગઈ તો બીજી ક્ષણે અર્જેંટીનાના સ્ટાર લોયોનલ મેસી ગોલપોસ્ટની પાસે ચુકી ગયા. આવુ અનેકવાર બન્યુ. 90 મિનિટનો સમય કોઈપણ પ્રકારના ગોલ વગર જ પુરો થઈ ગયો. ઈંજરી ટાઈમમાં પણ જ્યારે કોઈ ગોલ ન બન્યો તો વધુ સમય આપવામાં આવ્યો.  
 
વધુ સમયમાં પહેલો હાફ જ્યારે ખતમ થયો તો વર્લ્ડ કપની ફાઈનલ હરીફાઈ પેનાલ્ટી શૂટઆઉટમાં જતી રહેશે એવુ લાગ્યુ. આ દરમિયાન આંદ્રે શર્રેલ ડાબી લાઈન પર બોલ લઈને ઝડપથી આગળ વધ્યા અને એટલી જ ઝડપથી ગોએત્જેએ તેમને બૈક કર્યા. શર્રલે ગોએત્જેને ગોલપોસ્ટની નિકટ આગળ વધાર્યા. થોડી જ વારમાં પહેલા સબસ્ટીટ્યુટ બનીને રમવા આવેલ જે અંદાજમાં ગોએત્જેએ તેને ગોલપોસ્ટનો રસ્તો બતાવ્યો. થોડી જ વારમાં પહેલા સબ્સ્ટીટ્યુટ બનીને રમવા આવેલ જે અંદાજમાં ગોએત્જેએ તેને ગોલપોસ્ટનો રસ્તો બતાવ્યો. તેને ટુર્નામેંટનો સૌથી શ્રેષ્ઠ ગોલમાંથી એક કહી શકાય છે. 
 
ગોએત્જે વર્લ્ડ કપ ફાઈનલમાં વિજેતા ગોલ બનાવનાર પહેલા સબ્સ્ટીટ્યુટ ખેલાડી બન્યા. વર્લ્ડકપમાં સતત ત્રીજીવાર કોઈ યુરોપિયન ટીમ ચેમ્પિયન બની. જર્મનીએ આ ટુર્નામેંટમા સૌથી વધુ 19 ગોલ બનાવ્યા. આ પહેલા 2002 વર્લ્ડકપમાં બ્રાઝીલે સૌથી વધુ 18 ગોલ બનાવ્યા હતા.  
 
વર્લ્ડકપમાં મેસીની ટીમ પહેલીવાર પાછળ રહી. એ પણ માત્ર સાત મિનિટ માટે. પણ આ સાત મિનિટના અંતરે તેમને એવુ દર્દ આપ્યુ કે જેને ભરવા કદાચ વર્ષો લાગી જશે. અર્જેંટીનાથી બોર્ડર પાર કરીને બ્રાઝીલ આવેલ ફેંસ નિરાશ થઈને પરત ગયા. બીજી બાજુ જોકિમ લો અને તેમની ટીમે રાષ્ટ્રપતિ એંજેલા મર્કેલની હાજરીમાં ભરપૂર સેલીબ્રેશન કર્યુ.  અને દુનિયાભરમાં જર્મન ટીમના ફેંસને ખુશી મનાવવાની તક આપી.  
 
લિયોનેલ મેસીને ગોલ્ડન બોલનો ખિતાબ 
 
અર્જેંટીનાના કપ્તાન લિયોનેલ મેસીને વર્લ્ડકપમાં ગોલ્ડન બોલનો ખિતાબ મળ્યો. ટુર્નામેંટમાં 4 વાર મેન ઓફ ધ મેચ પસંદગી પામેલ મેસીએ આ ખિતાબ માટે જર્મનીના થોમસ મૂલર અને નીધરલેંડના આએન રોબલને પછાડ્યા. 
 
કોલંબિયાના જેમ્સ રૉડ્રિગેજે જીત્યો ગોલ્ડન બૂટનો ખિતાબ 
 
ટુર્નામેંટમાં સૌથી વધુ ગોલ કરીને કોલંબિયાના જેમ્સ રોડ્રિગેજે ગોલ્ડન બૂટનો ખિતાબ જીત્યો. રોડ્રિગેજે ટુર્નામેંટમાં 6 ગોલ બનાવ્યા. બીજી બાજુ ગોલ્ડન બૂટની દોડમાં રૉડ્રિગેજથી પાછળ રહેલ જર્મનીના થોમસ મૂલર અને બ્રાઝીલના સ્ટાર ખેલાડી નેમાર્  
 
જર્મનીના ગોલકીપર મૈનુઅલ ન્યૂઅરે ગોલ્ડન ગ્લબનો ખિતાબ જીત્યો 
 
ટૂર્નામેંટમા જર્મની માટે શાનદાર બચાવ કરનારા ગોલકિપર મૈનૂઅલ ન્યૂઅરે ગોલ્ડન ગ્લવના ખિતાબથી સન્માનિત કર્યો. ન્યૂઅરે 82 ટકા શોટ્સનો બચાવ કરીને જર્મનીને ખિતાબ અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી છે.