શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: ચેન્નઈ , મંગળવાર, 7 ઑક્ટોબર 2014 (13:04 IST)

મહેન્દ્ર સિંહ ધોની ચેન્નઈ ફુટબોલ ટીમના ભાગીદાર બન્યા

મહેન્દ્ર સિંહ ધોનીએ સાથી ક્રિકેટરોના પગલે ચાલતા ઈંડિયન સુપર લીગ(આઈએસએલ)ની ટીમ ખરીદી લીધી છે. તેઓ ચેન્નઈ ફ્રેંચાઈજીની ટીમ(ચેન્નઈયન એફસી)ના સહમાલિક બની ગયા છે. ધોની આ સાથે જ ક્રિકેટ અને ફુટબોલ બંનેની લીગમાં ચેન્નઈ ફ્રેંચાઈજી સાથે જોડાય ગયા છે. ટી 20 ક્રિકેટ લીગ આઈપીએલમાં તેઓ ચેન્નઈ સુપરકિંગ્સના કપ્તાન છે. 12 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલ આઈએસએલમાં આઠ ટીમો છે. 
 
પહેલા ચેન્નઈ ફ્રેંચાઈજી તેમા જોડાઈ નહોતી પણ બેંગલુરૂ ફ્રેચાઈજીના છેવટના ક્ષણે હટ્યા બાદ ચેન્નઈયનને તક મળી ગઈ. 
 
આ ટીમ સાથે ઈટલીના માર્કો માટેરાજી કોલંબિયાઈ સ્ટાર મંડોઝા અને પૂર્વ ફ્રાંસીસી ડિફેંડર માઈકલ સ્લીવેસ્ટ્રો જોડાયેલ છે. ધોનીએ ચેન્નઈ ફ્રેંચાઈજી ચેન્નઈયિન એફસીમાં ભાગીદારી ખરીદી છે. હવે તેઓ અભિનેતા અભિષેક બચ્ચન સાથે આ ટીમના સહ માલિક છે. 
 
ગયા મહિને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ગોવા ટીમમાં ભાગીદારી ખરીદી હતી. બીજી બાજુ સચિન તેડુલકર કેરલા બ્લાસ્ટર્સના સહમાલિક છે. જ્યારે કે સૌરવ ગાંગુલી એટલેટિકો ડી કોલકાતાના સહમાલિક છે. આઈએસએલની શરૂઆત કોલકાતામાં 12 ઓક્ટોબરથી થશે અને તેની ફાઈનલ 20 ડિસેમ્બરના રોજ રમાશે. ધોની આઈપીએલમાં ચેન્નઈ સુપરકિંગ્સના કપ્તાન છે અને તેઓ ત્યા ખૂબ લોકપ્રિય છે. કદાચ એ માટે જ તેમણે ચેન્નઈ ટીમમાં ભાગીદારી ખરીદી છે. ફુટબોલ ટીમ ઉપરાંત ધોની મોટર રેસિંગ ટીમના પણ માલિક છે.