આગામી એશિયન જુનિયર કપમાં ગુજરાતી દેવ જાવીઆ અને આર્યન ઝવેરી ભારતીય ટીમનું પ્રતિનિધિત્‍વ કરશે

મંગળવાર, 3 જાન્યુઆરી 2017 (17:07 IST)

Widgets Magazine
Tennis Tournament

એશિયન ટેનિસ ફેડરેશન દ્વારા અંડર-૧૪ વર્ગના ખેલાડીઓ માટે યોજાતા કતાર એશિયન જુનિયર કપમાં આ વર્ષે ગુજરાત ટેનિસ સ્‍ટાર શ્રી દેવ જાવીઆ અને શ્રી આર્યન ઝવેરી ભારતીય ટીમનું પ્રતિનિધત્‍વ કરશે. આ જુનિયર કપમાં ૧૧ થી વધુ દેશના પ્રથમ હરોળના ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. રાજ્ય સરકારની રમતગમતને પ્રોત્‍સાહન આપતી શક્તિદૂત યોજના હેઠળના લાભાર્થી પ્રતિભાશાળી ખેલાડીઓ આર્યન ઝવેરી તેમજ દેવ જાવીઆ પ્રથમ અને દ્વિતીય ક્રમ ધરાવે છે. ગુજરાત સરકારની રમતગમત ક્ષેત્રે ખેલાડીનોને પ્રોત્‍સાહિત કરતી ફલેગશીપ યોજના શકિતદૂત અંતર્ગત વર્ષ દરમિયાન રૂા.રપ લાખ સુધીની નિડબેઝ સહાય આપવામાં આવે છે. અત્રે ઉલ્‍લેખનીય છે કે, આર્યન ઝવેરી અગાઉ આઇટીએફ એશિયા અંડર-૧૪ ચેમ્‍પિયનશિપમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્‍વ કરી સિલ્‍વર મેડલ તેમજ રાષ્‍ટ્રીય કક્ષાની વિવિધ સ્‍પર્ધાઓમાં ભાગ લઇ ચૂક્યા છે. દેવ જાવીઆ રોડ ટુ વિમ્‍બલડન ર૦૧પ જુનિયર માસ્‍ટરમાં ગોલ્‍ડ મેડલ, આઇટીએફ એશિયા અંડર-૧૪ ચેમ્‍પિયનશીપ ર૦૧પમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્‍વ કરી સિલ્‍વર મેડલ વિજેતા છે. આ પસંદગી માટે સ્‍પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા દેવ જાવીઆ અને શ્રી આર્યન ઝવેરીને ગૌરવશાળી તક મેળવવા બદલ અભિનંદન પાઠવીને આગામી જુનિયર કપમાં સફળતા માટે શુભેચ્‍છા આપી હતી.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

રમત

news

હુ સાક્ષીને પટકવા માટે પૂરી રીતે તૈયાર છુ - ગીતા ફોગટ

જાણીતી પહેલવાન ગીતા ફોગાટે રિયો ઓલંપિકમાં કાંસ્ય પદક વિજેતા સાક્ષી મલિકને પડકાર આપ્યો છે ...

news

સાઈના નેહવાલની આ પોસ્ટને કારણે ફોલોઅર્સે તેમની દેશભક્તિ પર ઉઠાવ્યો સવાલ

ટેનિસ સ્ટાર સાઈના નેહવાલને એક ફોટોએ એક નવો વિવાદ ઉભો કર્યો છે. ત્યારબાદ એવો એક મામલો જોવા ...

news

આણંદની બે દિકરીઓએ એશિયન યોગા ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીત્યો

તાજેતરમાં થાઈલેન્ડ ખાતે યોજાયેલી 7th એશિયન યોગા સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપ 2016માં બે યોગા ...

news

સ્ટાર પહેલવાન સાક્ષી અને યોગેશ્વરએ રેંપ પર વિખરાયો જલવા

રિયો ઓલંપિકમાં કાંસ્ય પદક વિજેતા મહિલા પહલવાન સાક્ષી મલિકનો જાદૂ માથા ચઢીને બોલી રહ્યા છે ...

Widgets Magazine