બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: સોમવાર, 10 ઑક્ટોબર 2016 (15:06 IST)

કબડ્ડી વિશ્વકપ – ૨૦૧૬; ભારતનો ઓસ્ટ્રેલીયા પર આસાન વિજય, ગ્રુપ ટેબલમાં મોખરે

કબડ્ડી વિશ્વ કપ - ૨૦૧૬ની રસાકસી ભરી પહેલી મેચમાં  ભારતે એક પછી એક વ્યુહાત્મક ભુલ પરંપરાને પગલે ગઈકાલે  દક્ષિણ કોરીયાને હાથે પહેલા જ હારનો સ્વાદ ચાખ્યા બાદ આજે જોઈ જાળવીને મેદાનમાં ઉતારી હતી. ભારતે  ટીમમાં ત્રણ  મહત્વના પરિવર્તન કર્યા હતા. તેણે ઓલરાઉન્ડર ખેલાડીની હારમાળા આજે મેદાનમાં ખડી કરી દીધી હતી. આજે ભારતે વ્યૂહ રચના પણ એગ્રેસીવ રાખી હતી.

અમદાવાદમાં રમાઈ રહેલા  કબડ્ડી વિશ્વકપ ૨૦૧૬ની બીજા દિવસની ત્રીજી મેચમાં  ભારતે ઓસ્ટ્રેલીયાને ૫૪-૨૦  ના મજબુત માર્જિનથી હરાવી  સરળ વિજય મેળવ્યો  અને અત્યંત જરૂરી સ્ટ્રાઈક રેટ મેળવી ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. ગઈકાલના ધબડકા બાદ ભારત માટે આવા નોંધપાત્ર માર્જિનથી જીતવું જરૂરી હતું. લગભગ એકતરફી આ મેચના પ્રથમ ચરણમાં જ ભારતે ઓસ્ટ્રેલીયાને  દસ મિનિટમાં જ બે વખત ઓલ આઉટ કરી દીધું હતું. દીપક હુડ્ડાએ તેમની પસંદગી સાર્થક ઠેરવી હતી.કિરણ પરમારે પણ તેમની પસંદગી સાબિત કરી બતાવી હતી. રમતમાં નવા સવા ઓસ્ટ્રેલિયાએ રક્ષણાત્મક  નીતિ અપનાવી હતી જે નવા નિશાળિયા માટે સ્વાભાવિક વ્યૂહરચના હતી. અનુભવ અને રમતના દાવપેચથી મામલે તેમણે હજી ઘણી રમત રમવી પડશે.  કપ્તાન કેમ્પેબલ બ્રાઉનની રમત  કે ટીમના એકમાત્ર ઓલરાઉન્ડર સ્ટીફન મિલન ઓસ્ટ્રેલીયાની વહારે આવી શક્ય નહોતા. મંજીત છીલ્લરે સતત બીજી મેચમાં હાઈ ફાઈવ મેળવ્યા છે.પહેલા અંતરાલમાં ભારત ૩૨-૭ થી આગળ રહ્યું.

ઓસ્ટ્રેલીયા બીજા અંતરાલના પ્રારંભે જ ઓલઆઉટ થઇ ગયું હતું. ઓસ્ટ્રેલીયાનું રેઇડર પાસું લગભગ નિષ્ફળ રહ્યું તેની આબરૂ બોનસ પોઈંટ થકી જળવાયું.આખી મેચમાં ઓસ્ટ્રેલીયા ચારવાર ઓલઆઉટ થયું.હા,મેચના છેલ્લા સમયમાં ઓસ્ટ્રેલીયાના કુલદીપસિંહે સુપર રેઇડ કરી આબરૂ બચાવી લીધી.

આ સરળ જીત છતાં  ભારત માટે હજી આગળ કપરાં  ચઢાણ છે. બાંગલાદેશ અને ઈરાનની ની રમત જોતાં કોઈ પણ હરીફને ઓછો આંકવો ભારતને પોસાય તેમ નથી.  

આજના આ વિજય સાથે જ ભારતે ખાતું  ખોલાવ્યું અને હવે તેનો આગામી મુકાબલો બાંગ્લાદેશ સામે હશે,બે પાડોશી દેશોના બળિયાઓનો મુકાબલો જોવાલાયક હશે.જયારે ઓસ્ટ્રેલિયાએ ખાતું ખોલાવવા માટે ઇંગ્લેન્ડ સામેના મુકાબલા સુધી રાહ જોવી પડશે.