શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: લૉસ એંજિલિંસ. , મંગળવાર, 8 માર્ચ 2016 (15:58 IST)

શારાપોવા પર લાગ્યો અસ્થાયી પ્રતિબંધ, નાઈકીએ પણ ખતમ કર્યો કરાર !!

પાંચ વારની ગ્રૈંડ સ્લેમ વિનર મારિયા શારાપોવા ઓસ્ટ્રેલિયન ઓપનના ડોપ ટેસ્ટમાં ફેલ થઈ ગઈ હતી. જેનો ખુલાસો ટેનિસ સ્ટારે જાતે એક પ્રેસ કોન્ફ્રેંસમાં કર્યો છે. તે એક એવી દવા લઈ રહી હતી જેને વર્લ્ડ એંટી-ડોપિંગ એજંસી 2016ની લિસ્ટમાં બૈન કરી ચુકી છે.  તેને તત્કાલ સસ્પેંડ કરવામાં આવી છે. આ દવાને કારણે એક મહિનાની અંદર સાત એથલીટ ફસાઈ ચુક્યા છે. 10 વર્ષથી એક ડ્રગ લઈ રહી હતી શારાપોવા... 
 
- શારાપોવાએ સોમવારે કહ્યુ કે મેલ્ડોનિયમ માટે તેમનો ટેસ્ટ પોઝિટિવ જોવા મળ્યો. 
- આને તે 2006થી લઈ રહી હતી. પણ ગયા વર્ષે આ બૈન થઈ ચુકેલ દવાઓની લિસ્ટમાં સામેલ થઈ ગઈ. 
- બીજી બાજુ આ ડ્રગને લેતા પહેલા તેમણે અપડેટેડ લિસ્ટ જોઈ નહોતી. 
- તેમણે કહ્યુ, "હું ટેસ્ટમાં ફેલ થઈ ગઈ અને તેની પુર્ણ જવાબદારી લઉ છુ."
- આ વર્ષે 18થી 31 જાન્યુઆરી વચ્ચે ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ચેમ્પિયન્સ રમાઈ હતી ત્યારે મારિયાને ડ્રગ ટેસ્ટમાં ફેલ થવા વિશે બતાવવામાં આવ્યુ. 
 
શારાપોવાએ શુ કહ્યુ  ? 
 
- પ્રેસ કોન્ફેંસમાં ઈમોશનલ થયેલ શારાપોવાએ કહ્યુ કે "મે એ રમતને શર્મશાર કરી જેને હું ચાર વર્ષની વયથી રમી રહુ છુ. જેને હુ આટલો પ્રેમ કરુ છુ."
- ભલે આ મેડિસિન અમેરિકા જેવા દેશોમાં મળતુ ન હોય પણ રૂસ જેવા અનેક દેશોમાં મળે છે. 
- હુ જાણુ છુ કે મને કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડશે. પણ હુ મારુ કેરિયર આવી રીતે ખતમ કરવા માંગતી નથી.
- મને આશ છે કે મને ફરીથી રમવાની તક મળશે.  
 
કેમ લેતી હતી શારાપોવા આ દવા  ? 
 
-ડાયાબિટીઝ અને લો મેગ્નેશિયમની તકલીફને દૂર કરવાની આ દવાને મારિયા પોતાની હેલ્થ ઈશ્યૂને કારણે લઈ રહી હતી.  
- આનો ઉપયોગ ચેસ્ટ પેન અને હાર્ટ અટેકથી બચવા માટે પણ કરવામાં આવે છે. 
- જો કે કેટલાક ડોક્ટરર્સનુ એ પણ માનવુ છે કે આ દવાથી ખેલાડીના પરફોરમેંસ પર પણ અસર પડે છે. 
 
શુ લેવાશે એક્શન ?
- ઈંટરનેશનલ ટેનિસ ફેડરેશને એક સ્ટેટમેંટ રજુ કરી આ કન્ફર્મ કર્યુ છે કે શારાપોવાનો આ ટેસ્ટ 26 જાન્યુઆરીના રોજ પોઝીટિવ જોવા મળ્યો હતો. 
- આઈટીએફના મુજબ, "આ ટેસ્ટના રિઝલ્ટ અને શારાપોવાના ડ્રગ લેવાની વાત કબૂલ કર્યા પછી તેમને સસ્પેંડ કરવામાં આવ્યા છે. 12 માર્ચથી આ લાગૂ થઈ જશે. 
- એવુ કહેવાય રહ્યુ છે કે શારાપોવા આઈટીએફ સાથે પુર્ણ સહયોગ કરી રહી છે. જો કે અત્યાર સુધી એ જાણ થઈ નથી કે તેમના વિરુદ્ધ કયો ચાર્જ લાગશે. 
- તેમના વકીલ જૉન હગર્ટીએ કહ્યુ કે પોઝિટિવ ટેસ્ટને કારણે તેમના પર ચાર વર્ષ સુધીની બેન લાગી શકે છે. પણ વર્તમાન પરિસ્થિતિને જોતા ઓછી પેનલ્ટીની આશા છે. 
- આ દરમિયાન નાઈકીએ આ ખેલાડી સાથેની લગભગ 500 કરોડની ડીલ સસ્પેંડ કરી દીધી છે. 
- 11 વર્ષની વયથી શારાપોવા નાઈકીના પ્રોડક્તની બ્રાંડ એંબેસેડર હતી.