શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: સૈક્રામેંટો(અમેરિકા) , બુધવાર, 30 સપ્ટેમ્બર 2015 (11:27 IST)

40 મિનિટ સુધી ઝાડ પર લટકી રહ્યા એમટીવી સ્ટાર સ્કાય ડ્રાઈવર મોત

અમેરિકી એમટીવી સ્ટાર એરિક રોનરની સ્કાઈ ડ્રાઈવિંગ દરમિયાન મોત થઈ ગયુ. દુર્ઘટના સોમવારે કૈલિફોર્નિયાની ઓલિમ્પિક વૈલીમાં બની. 39 વર્શના એરિક સેલિબ્રિટી ગોલ્ફ ટૂર્નામેંટ પહેલા  બે મિત્રો સાથે ડ્રાઈવિંગ કરી રહ્યા હતા. બંને મિત્રો તો નવમા હોલના નિકટ સેફ લૈંડિગ કરી. પણ ઝડપથી નીચે આવી રહેલ એરિક ઝાડ સાથે અથડાયા અને 30 ફીટની ઉંચાઈ પર ફસાય ગયા.  40 મિનિટ અચેત લટકી રહ્યા. ત્યારે જઈને ઈમરજેંસી ક્રૂ પહોંચી. તેમને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. ડોક્ટરોએ કહ્યુ કે એરિકનું  હોસ્પિટલ પહોંચતા પહેલા જ મોત થઈ ચુક્યુ હતુ. કદાચ ઝાડ પર જ. 
 
ઈમરજેંસી વ્યવસ્થા નહોતી 
 
રોનરના મિત્ર રૉય ટસ્કૈનીએ જણાવ્યુ, "ગોલ્ફ કોર્સ પર કટોકટીની સ્થિતિનો સામનો કરવાની કોઈ વ્યવસ્થા નહોતી.  દુર્ઘટનાની પરિસ્થિતિના નિષ્ણાત ત્યા કોઈ વ્યક્તિ નહોતુ. આ આશ્ચર્યજનક અને દુખદ પણ.. પણ સત્ય છે" ટસ્કૈની શો દરમિયાન ત્યા હાજર હતા. 
 
ફિલ્મથી લઈને ટીવી શો સુધી હિટ રહ્યા એરિક 
 
એરિક રોનર પ્રોફેશનલ સ્કાય ડ્રાઈવર બેસ જંપર અને ફ્રીસ્ટાઈલ મોટોક્રોસ હતા. તેઓ સુપરહિટ એમટીવી શો 'નિટ્રો સર્કસ' નો ભાગ રહ્યા છે. સ્કાય ડ્રાઈવિંગ સાથે જોડાયેલ ફિલ્મોમાં પણ કામ કર્યુ. આઉટસાઈડ  ટેલીવિઝન પર લોકલ્સ શો હોસ્ટ કર્યો. ગ્રાફિક ડિઝાઈનમાં ગ્રેજ્યુએટ હતા. રોનરની મા પણ સ્કાઈ ડ્રાઈવર હતી.