શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: બુધવાર, 25 નવેમ્બર 2015 (15:15 IST)

મારા બેડરૂમમાં શુ થાય છે, એવો પ્રશ્ન પૂછવાનો કોઈને અધિકાર નથી - સાનિયા મિર્ઝા

મહિલા ડબલ્સ ચેમ્પિયન અને ભારતીય ટેનિસ સનસની સાનિયા મિર્જાને બીબીસીએ 2015ની 100 પ્રેરક મહિલાઓ ટોચની યાદીમાં સામેલ કરી છે. સાનિયા મિર્જા ભારતની પ્રથમ એવી મહિલા ખેલાડી છે જે ટોપ 50માં રહી અને નંબર વન પોઝીશન પર છે. 
 
ડબલ્યુટીએ થી લઈને ગ્રેંડ સ્લેમ સુધી અનેક ખિતાબ જીતનારી હૈદરાબાદની ખેલાડી સાનિયાનુ કહેવુ છે કે તે ભારતમાં થયેલ ફેરફારનો ભાગ બનીને ખુશ છે. એક મહિલા ખેલાડી હોવાને નાતે તેમના પર કેવા પ્રકારનુ દબાણ રહે છે ? આ વિશે તેમણે કહ્યુ, 'જો તમે મહિલા છો તો તમરે વધુ લડવુ પડે છે.' 
પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કરનારી 29 વર્ષીય ખેલાડીને અવારનવાર એ પ્રશ્ન પૂછવામાં આવે છે કે તેઓ ક્યારે બેબી પ્લાન કરી રહી છે. જેના પર સાનિયાએ કહ્યુ, 'મારા બેડરૂમમાં શુ થાય છે ? આવા સવાલ પૂછવાનો કોઈને અધિકાર નથી.' 
 
સાનિયા મિર્જા માટે વર્ષ 2015 શાનદાર સાબિત થયુ અને તેમણે એક પછી એક  અનેક ખિતાબ જીત્યા. સાનિયાએ પોતાના જોડીદાર માર્ટિના હિંગિસ સાથે મળીને આ વર્ષ અમેરિકી ઓપન અને  વિમ્બલડન ગ્રેંડસ્લેમ ખિતાબ ઉપરાંત 10 ડબલ્યૂટીએ ખિતાબ પોતાનના નામે કર્યા.