શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: બુધવાર, 23 માર્ચ 2016 (10:07 IST)

જોકોવિચે મહિલા ખેલાડીઓને પુરૂષના બરાબરી પર પૈસો આપવા માટે સવાલ ઉઠાવ્યો

વર્લ્ડ નંબર 1 ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચે એક એવુ નિવેદન આપી દીધુ છે જેનાથી ટેનિસ જગતમાં હડકંપ મચી ગયો છે.  જોકોવિચે કહ્યુ છે કે પુરૂષ ટેનિસ ખેલાડીઓને મહિલા કરતા વધુ પૈસા મળવા જોઈએ. તેમનુ માનવુ છે કે પુરૂષ ખેલાડીઓની મેચોને દુનિયાભરમાં સ્ત્રીઓની મેચો કરતા વધુ જોવામાં આવે છે તેથી તેમની કમાણી વધુ હોવી જોઈએ. 
 
આ પહેલા ઈંડિયન વેલ્સ ટૂર્નામેંટના સીઈઓ રેમંડ મૂરે કહ્યુ હતુ કે ડબલ્યૂટીએ ટૂર પુરૂષ ખેલાડીઓને કારણે જ ચાલી રહ્યો છે.  મૂરે કહ્યુ, 'જો હુ મહિલા ખેલાડી હોત તો દરેક રાત્રે ભગવાનનો આભાર માનતો કારણ કે આ રમતને રોજર ફેડરર અને રાફેલ નડાલ જેવા ખેલાડીઓ ચલાવી રહ્યા છે. જો કે મૂરે આ નિવેદન માટે પાછળથી માફી માંગી હતી. 
 
બીએનપીની ફાઈનલ જીતનારા જોકોવિચે મૂરના નિવેદનને ખોટુ બતાવ્યુ પણ કહ્યુ કે પુરૂષોને મહિલાઓ કરતા વધુ પૈસા મળવા જોઈએ. જોકોવિચે કહ્યુ, 'આ ખૂબ સંવેદનશીલ પરિસ્થિતિ છે. મહિલાઓ સન્માનની અધિકારી છે. એક સમાન પુરસ્કાર રાશિ છેલ્લા સાત-આઠ વર્ષોથી ચર્ચામાં છે. એ જેની હકદાર છે એ માટે લડે છે.  મારા હિસાબથી પુરૂષ વર્લ્ડ ટેનિસને વધુ કમાણી માટે લડવુ જોઈએ કારણ કે આંકડા બતાવે છે કે પુરૂષ મેચોને વધુ લોકો જુએ છે. તેથી અમને વધુ રકમ મળવી જોઈએ. 
 
મહિલા ટેનિસ ખેલાડીઓમા રોષ 
જોકોવિચના આ નિવેદન પછી ટેનિસ જગતની અનેક પૂર્વ મહિલા ખેલાડીઓએ તેમની આલોચના કરી છે. દુનિયાની નંબર એક મહિલા ખેલાડી સેરેના વિલિયમ્સે મૂરના આ નિવેદનને આપત્તિજનક અને ખોટુ બતાવ્યુ છે. બીજી બાજુ મહિલા અધિકારો માટે લડી રહેલી પૂર્વ ટેનિસ ચેમ્પિયન માર્ટિના નવરાતિલોવાએ કહ્યુ, 'નોવાક જોકોવિચ, જેટલો હુ તેમને પ્રેમ કરુ છુ સમજી નથી શકતી કેમ. જ્યરે મહિલા અને પુરૂષ બંને સાથે ટૂર્નામેંટમાં રમે છે તો તેમને બરાબરીથી પૈસા કેમ ન મળવા જોઈએ.   મને લાગે છે કે ઘણા વર્ષો પહેલા જ અમે આ મુદ્દાનો ઉકેલ લાવી દીધો છે. 
 
પુરૂષોની મેચમાં વધુ દર્શકો જોવા મળે છે 
 
ઉલ્લેખનીય છે કે 2007થી જ ગ્રેંડ સ્લેમ ટૂર્નામેંટ્સમાં મહિલા અને પુરૂષ ટેનિસ ખેલાડીઓને એક સમાન પુરસ્કાર રાશિ મળતી હતી. આ ઉપરાંત ઈંડિયન વેલ્સ અને મિયામીમં શરૂ થયેલ ટૂર્નામેંટ સહિત અનેક એવી હરિફાઈઓ છે જેમા બંનેને એક સમાન રકમ મળે છે. જો કે ટેનિસ સંઘ દ્વારા આયોજીત મહિલા અને પુરૂષ ટૂરમાં અપાનારી રાશિમાં ખૂબ મોટુ અંતર છે.  ગયા વર્ષે પુરૂષોને ટેનિસ હરીફાઈના મુકાબલે દુનિયાભરમાં 973 મિલિયન લોકોએ જોઈ તો બીજી બાજુ મહિલાઓની મેચોને 396 મિલિયન દર્શક મળ્યા.