શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: રિયો ડિ જિનેરિયો , શનિવાર, 20 ઑગસ્ટ 2016 (12:08 IST)

સિલ્વર ગર્લ સિંધુએ ત્રણ મહિનાથી આઈસક્રીમ ખાધી નથી

રિયો ઓલિંપિકમાં સિલ્વર મેડલ જીતીને દેશનુ નામ રોશન કરનારી પીવી સિંધુએ એક ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં ખુલાસો કર્યો કે તેણે ઓલિમ્પિકની તિઅયારી માટે ત્રણ મહિના સુધી આઈસક્રીમ ખાધી નથી. 
 
એટલુ જ નહી પીવી સિંધુએ જણાવ્યુ કે તેમણે ત્રણ મહિનાથી કોઈની સાથે પણ ફોન પર વાત કરી નથી. તેમણે જણાવ્યુ, "ઓલંપિકની તૈયારી માટે મારા કોચ પુલેલા ગોપીચંદે મારી પાસેથી ફોન લઈ લીધો હતો." 
 
સિંધુનો ફોન પરત કરીશ, હવે આઈસક્રીમ પણ ખાવા દઈશ - ગોપીચંદ 

 
સિંધુના આ નિવેદન પછી કોચ પુલેલા ગોપીચંદે કહ્યુ, "સિંધુ પાસે છેલ્લા ત્રણ મહિના દરમિયાન તેનો ફોન નહોતો. પહેલુ કામ હુ એ કરીશ કે તેને તેનો ફોન પરત કરીશ. બીજી વાત અહી પહોંચ્યા પછી છેલ્લા 13 દિવસમાં મે તેને ગળ્યુ દહી ખાવા દીધુ નહોતુ. જે તેને ખૂબ પસંદ છે. મે તેને આઈસક્રીમ ખાવાથી પણ રોકી હતી. હવે તે ગમે તે ખાઈ શકે છે. 
 
સિંધુનુ બલિદાન શાનદાર - ગોપીચંદ 
 
ગોપીએ ઓલંપિક દ્વારા સિંધુના અનુશાસન અને ચુસ્ત મહેનતના પણ વખાણ કર્યા. તેમણે કહ્યુ, ગયુ અઠવાડિયુ તેને માટે શાનદાર રહ્યુ. છેલ્લા બે મહિનામાં તેને જે રીતે મહેનત કરી છે તે બેજોડ હતી.  જે રીતે વગર કોઈ ફરિયાદે તેણે બલિદાન કર્યુ તે શાનદાર હતુ.  હવે તે આ ક્ષણનો આનંદ લેવાની હકદાર છે અને હવે હુ હકીકતમાં ઈચ્છુ છુ કે તે આવુ કરે. હુ વાસ્તવમાં ખૂબ ખુશ છુ." 
 
અનુશાસન માટે જાણીતા છે કોચ ગોપીચંદ ! 
 
એવુ કહેવાય છે કે ભારતના દિગ્ગજ બેડમિંટન કોચ પુલેલા ગોપીચંદ કોઈ સમજૂતી નથી કરતા અને એ જ કારણ છે કે તેમણે છેલ્લા ત્રણ મહિનાથી પી વી સિંધુને ફોનથી દૂર રાખી અને રિયો પહોંચતા આ રજત પદક વિજેતા શટલરને આઈસક્રીમ પણ ખાવા ન દીધી. 
 
હવે મિશન પૂર્ણ થતા સિંધુ પણ અન્ય 21 વર્ષની યુવતીઓની જેમ જીવન જીવી શકે છે અને પોતાના મિત્રોને વ્હાટ્સએપ પર સંદેશ મોકલવા ઉપરાંત પસંદગીનુ આઈસક્રીમ પણ ખાઈ શકે છે.