બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: બુધવાર, 17 ઑગસ્ટ 2016 (15:57 IST)

RIO - ઓલિમ્પિક રમતોમાં નિષ્ફળતા માટે સંપૂર્ણ સિસ્ટમ દોષી

ઓલિમ્પિક રમતોમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચનારા શૂટર અભિનવ બિંદ્રાએ રિયોમાં ભારતીય દળના નિરાશાજંક પ્રદર્શન માટે સમગ્ર સિસ્ટમને દોષી ઠેરવ્યુ છે. 
 
રિયોમાં આ વખતે સૌથી મોટુ દળ ઉતારવા છતા ભારતે અત્યાર સુધી એક  પણ મેડલ જીતવામાં સફળતા મેળવી નથી.  રિયોમાં અંતિમ ઓલિમ્પિકમાં ઉતરેલ 33 વર્ષીય નિશાનેબાજ બિંદ્રાએ આ વખતે 10 મીટર એયર રાઈફલ સ્પર્ધમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ પણ તે ફાઈનલમાં ચોથા સ્થાન પર રહેતા મેડલથી ચુકી ગયા. 
 
બિંદ્રાએ ટ્વિટર પર કહ્યુ બ્રિટનમાં દરેક પદક પર 71 લાખ ડોલર ખર્ચ કરવામાં આવે છે પણ આપણી ત્યા આની ભારે કમી છે. આપણે જ્યા સુધી આવા સિસ્ટમને નથી અપનાવતા ત્યા સુધી આપણે પદકની આશા કેવી રીતે કરી શકીએ છીએ. 
 
રિયોમાં ભારતીય દળના ધ્વજવાહક રહેલ બિંદ્રાએ બ્રિટિશ ન્યૂઝ પેપર ધ ગાર્જિયનમાં છપાયેલ એ સમાચાર વિશે પ્રતિક્રિયા આપી જેમા કહેવામાં આવ્યુ હતુ કે બ્રિટનમાં દરેક એથલીટ પર ભારે રકમ ખર્ચ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે રિયોમાં તમામ અપેક્ષાઓ છતા 10માં દિવસ સુધી ભારતના ખોળામાં એક પણ મેડલ નથી આવ્યુ. ભારતે અગાઉ ઓલિમ્પિકમાં 6 મેડલ જીત્યા હતા.