શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 18 ઑગસ્ટ 2016 (13:31 IST)

રિયો ઓલિમ્પિકમાં ભારતની ફ્રી-સ્ટાઇલ મહિલા રેસલર સાક્ષી મલિકને કાંસ્ય પદક

રિયો ડી જાનેરો  ભારતની ફ્રી-સ્ટાઇલ મહિલા રેસલર સાક્ષી મલિકે ગઇકાલે કાંસ્ય પદક જીતીને રિયો ઓલિમ્પિકસમાં ભારતને પ્રથમ મેડલ અપાવ્યો હતો. 23 વર્ષીય સાક્ષીએ કઝાકિસ્તાનની અઇસુલૂ ટાઇબેકોવા સામે 58 કિલોગ્રામ વર્ગમાં જીત હાંસલ કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ટ્વીટર પર ટ્વીટ કરીને કહ્યું છે કે, 'સાક્ષી મલિકે ઇતિહાસ બનાવ્યો છે.સમગ્ર દેશ છે. રક્ષાબંધનના દિવસે દેશની દિકરીએ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. અમને સૌને સાક્ષી પર ગર્વ છે.'

      મેચ બાદ સાક્ષીએ કહ્યું કે, 'મને જીતવાનો વિશ્વાસ હતો. આ ભારતીય મહિલા રેસલિંગ માટે ઐતિહાસિક પ્રસંગ છે.' આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જાપાનની કોઓરી ઇકોને મળ્યો હતો. જયારે સિલ્વર મેડલ રશિયાની વાલેરિયા કાબલોવાને મળ્યો છે. કાબલોવા સામે જ કવાર્ટર ફાઇનલમાં સાક્ષીની હાર થઇ હતી.ઙ્ગ સાક્ષીએ મેડલ જીત્યો એ પછી ઠેર ઠેરથી દેશવાસીઓ સાક્ષીને જીતની શુભેચ્છા આપી રહ્યા છે

વાસ્તવમાં હરિયાણા સરકાર દેશનું નામ રોશન કરનારા તમામ ખેલાડીઓ માટે એક નિયમ બનાવી રાખ્યો છે. જેમાં ગોલ્ડ જીતનારા ખેલાડીને 6 કરોડ, સિલ્વર મેડલ જીતનારા ખેલાડીને 4 કરોડ અને બ્રોન્ઝ મેડલ જીતનારા ખેલાડીને 2 કરોડ રૂપિયા મળે છે.

સાક્ષી હાલમાં રેલવેમાં કામ કરે છે. જેથી રેલવે સાક્ષીને 50 લાખ રૂપિયા આપશે. તે સિવાય સલમાન ખાને પણ ઓલિમ્પિકમાં જનારા તમામ ખેલાડીને 1,01,000 રૂપિયાનો ચેક આપશે. તે સિવાય ઇન્ડિયન ઓલિમ્પિક ફેડરેશન 20 લાખ રૂપિયા આપશે જ્યારે JSW સિમેન્ટ 15 લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે