શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 26 જુલાઈ 2016 (11:40 IST)

#webviral શોએબ-સાનિયાની આ ફોટો થઈ વાયરલ, લોકોએ કર્યા અનેક મજાકિયા કૈપ્શન

ટેનિસ સ્ટાર સાનિયા મિર્જા અને તેમના ક્રિકેટર પતિ શોએબ મલિકની કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર આ તસ્વીરોને વાયરલ કરવા ઉપરાંત લોકો તેના પર મજાકિયા કૈપ્શન પણ નાખી રહ્યા છે. 
આ તસ્વીરોમાં સાનિયા રમતના મેદાનમાં છે અને શોએબ પણ ત્યા હાજર છે. મેદાનમાં બંને વચ્ચે થયેલ વાતચીતને લોકોએ પોતાના મજાકિયા અંદાજમાં રજૂ કરતા ટ્વિટર પર રજુ કર્યો છે.  
 
એક યૂઝરે તસ્વીર પોસ્ટ કરી. જેના કેપ્શનમાં લખ્યુ છે.  અહી જ બેસ્યા રહેશો કે કોઈ કામ ધંધો પણ કરશો ?

જ્યારે કે અન્ય ટ્વીટમાં સાનિયાને શોએબને કહી રહી છે. ... ટેનિસ વિશે વિચારીશ પણ નહી.  પહેલા ઢંગથી ક્રિકેટ રમતા તો શીખી લો.

જો  શોએબ આ મહિનાની પોકેટમની આટલી જ મળશે.  આવતા મહિનાની પોકેટમની આવતા મહિને મળશે.