શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: ઈંચિયોન , શનિવાર, 20 સપ્ટેમ્બર 2014 (12:00 IST)

એશિયાડ - જીતુ રાયે જીત્યો ભારત માટે પ્રથમ ગોલ્ડ

. ભારતના નિશાનેબાજ જીતુ રાયે 17મા એશિયાઈ રમતમાં ભારતને પ્રથમ સુવર્ણ પદક અપાવ્યો. રિયો ઓલંપિકના ક્વાલીફાઈ કરી ચુકેલ જીતુ પુરૂષોના 50 મીટર પિસ્ટર સ્પર્ધાના ફાઈનલમાં 186.2 અંક મેળવીને પ્રથમ સ્થાન પર રહ્યા. બીજી બાજુ વિયેતનામના હોઆંગ કુઓંગે રજત ચીનના વી પેંગને કાંસ્ય પદક મળ્યો. 
 
બીજી બાજુ શ્વેતા ચૌઘરીએ પણ ભારત માટે પ્રથમ પદક જીત્યો. શ્વેતાએ ઓંજ્નિયોન ઈંટરનેશનલ શૂંટિંગ રેંજમાં 10 મીટર એયર પિસ્ટલ સ્પર્ધામાં કાંસ્ય પદક મેળવવામાં સફળ રહ્યા. દોહા એશિયાઈ રમત (2006)માં રજત પદક જીતનારી શ્વેતાએ ફાઈનલમાં  176.4 અંક મેળવ્યા. બીજી બાજુ રજત પદક જીતનારી દક્ષિણ કોરિયાની જંગ જીહાએ 201.3 જ્યારે કે સુવર્ણ જીતનારી ચીનની ઝાંગ મેગયુઆને 202.2 અંક મેળવ્યા. જંગે સ્પેનના ગ્રેનાડામાં આ મહિનનાની શરૂઆતમાં વિશ્વસ ચેમ્પિયનશીપ જીતી હતી. 
 
 
વિશ્વની 46મા નંબરની શ્વેતા ક્વાલીફાઈંગ સમયે 383 અંકો સાથે ચોથા સ્થાંપર રહી. વિશ્વની પૂર્વ ટોપ ખેલાડી ભારતની હિના સિંધુ અને રાષ્ટ્રમંડળમં રજત પદક જીતનારી મલાઈકા ગોએલે નિરાશ કર્યા અને તેઓ ફાઈનલ રાઉંડમાં પહોંચવામાં નિષ્ફળ રહ્યા. બીજી બાજુ ટીમ સ્પર્ધામાં શ્વેતા, હીના અને મલાઈકા 1134 અંકો સાથે પાંચમા સ્થાન પર રહી.