શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , બુધવાર, 30 જુલાઈ 2014 (09:49 IST)

કોમનવેલ્થ ગેમ્સ - કુશ્તીમાં ભારતની ગોલ્ડની હેટ્રિક, 3 ગોલ્ડ અને એક સિલ્વર મેડલ

કોમનવેલ્થમાં ભારતના પહેલવાનોએ એતિહાસિક સફળતા મેળવી છે.  ભારતે 3 ગોલ્ડ અને એક સિલ્વર પર સફળ દાવ લગાવ્યો. સૌ પહેલા અમિત કુમારે 57 કિલો વર્ગમાં ગોલ્ડ મેળવ્યુ. ત્યારબાદ મહિલા પહેલવાન વિનેશે 48 કિલો વર્ગમાં ગોલ્ડ મેળવ્યુ. ત્રીજો ગોલ્ડ ઓલિમ્પિક પદક વિજેતા સુશીલે અપાવ્યો. જ્યારે કે ભારતના રાજીવ તોમરે રાજીવ તોમર ચોથો ગોલ્ડ અપાવવામાં નિષ્ફળ રહ્યા અને 125 કિલો વર્ગમાં હાર પછી સિલ્વર જ જીતી શક્યા. કોમનવેલ્થ ગેમ્સના છઠ્ઠા દિવસે ભારતે કુશ્તીમાં કરિશ્માઈ સફળતા મેળવી. ભારતના 4 પહેલવાન ફાઈનલમાં પહોંચ્યા અને 3 ગોલ્ડ મેડલ મેળવ્યા.  પુરૂષ વર્ગમાં જ્યા અમિત કુમાર, સુશીલ કુમારે બાજી મારી જ્યારે કે મહિલા વર્ગમાં વિનેશે ગોલ્ડન સફળતા મેળવી. 125 કિલો વર્ગમાં રાજીવ તોમર ગોલ્ડથી ચુકી ગયા. પણ સિલ્વર મેડલ પર કબજો જમાવ્યો. 
 
મંગળવારે ભારત માટે કોમનવેલ્થ ગેમ્સમાં એક ઐતિહાસિક દિવસ સાબિત થયો. આવો દિવસ જેનાથી દરેક ભારતીયની છાતી ગર્વથી પહોળી થઈ જશે. કુશ્તીમાં ભારતીય પહેલવાનોએ એવી કમાલ કરી કે ગ્લાસ્ગોમાં ગોલ્ડનોવ વરસાદ વરસી ગયો. ભારતે પ્રથમ બે ગોલ્ડ જીત્યા પછી એ પહેલવાન આવ્યો જેનો ગોલ્ડ પાકો માનવામાં આવી રહ્યો હતો. જી હા ભારતના એકમાત્ર બે ઓલિમ્પિક પદક વિજેતા સુશીલે તરફથી બધા ગોલ્ડનની આશા કરી રહ્યા હતા અને દિલ્હીના આ પહેલવાને નિરાશ ન કર્યા. ભારતને ત્રીજો ગોલ્ડ અપાવવામાં સુશીલે વધુ મોડુ ન કર્યુ. સુશીલે 74 કિલો વર્ગમાં પાકિસ્તાનના કમર અબ્બાસને હરાવી દીધો. આ એકતરફી હરીફાઈ પછી ભારતે ગ્લાસગોમાં ગોલ્ડ મેડલની સંખ્યા 10 થઈ ગઈ. 
 
3 ગોલ્ડ જીત્યા બાદ પ્રશ્ન એ હતો કે શુ ભારત ચોથા ફાઈનલ હરીફાઈમાં પણ ગોલ્ડ મેળવી શકશે. 125 કિલો વર્ગમાં ભારતીય પહેલવાન રાજીવ તોમરનો મુકાબલો કનાડાના જાર્વિસ સાથે હતો. રાજીવ શરૂઆતથી જ હારતા જોવા મ્ળી રહ્યા હતા અને છેવટે તેમણે સિલ્વરથી જ સંતોષ કરવો પડ્યો. રાજીવની હારથી ભારતની ચોથા ગોલ્ડની આશા ભલે તૂટી ગઈ પણ 3 ગોલ્ડ અને એક સિલ્વર મેડલ જીતીને ભારતે ઈતિહાસ રચી દીધો.