બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 25 જુલાઈ 2014 (10:01 IST)

કોમનવેલ્થ ગેમ્સ - ભારતે પ્રથમ દિવસે જ સાત પદક જીત્યા

20માં રાષ્ટ્રમંડળ રમતના પ્રથમ જ દિવસે ભારતે સાત પદક જીત્યા. જેમા બે ગોલ્ડ, ત્રણ સિલ્વર અને બે બ્રોંઝ પદકનો સમાવેશ છે. વેઈટલિફ્ટિંગમાં સંજીતા સેખોમ અને મીરાબાઈ ચનૌએ મહિલા 48 કિગ્રા સ્પર્ધામાં ક્રમશ ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા. બીજો સુવર્ણ પદક 56 કિલો ભારવર્ગના વેઈટલિફ્ટિંગ હરીફાઈમાં સુખન ડે એ અપાવ્યો. જુડોમાં ભારતે બે સિલ્વર અને એક બ્રોંઝ પદક જીત્યા.  
 
ઈગ્લેંડે સૌથી વહ્દુ પદક (6 ગોલ્ડ, 7 સિલ્વર અને 4 બ્રોંઝ) જીત્યા. ઓસ્ટ્રેલિયાએ 5 ગોલ્ડ 3 સિલ્વર અને 7 બ્રોંઝ સાથે બીજા સ્થાન પર રહ્યુ. ભારત ચોથા સ્થાન પર છે. તેના પહેલા ચાર ગોલ્ડ ત્રણ સિલ્વર અને ત્રણ બ્રોંઝ પદકો સાથે સ્કોટલેંડ ત્રીજા નંબરે છે.  
 
ગોલ્ડ મેડલિસ્ટ સંજીતાએ અનેક મજબૂત પ્રતિસ્પર્ધિયોની ગેરહાજરીમાં કુલ 173 કિગ્રા (77 અને 96કિગ્રા) વજન ઉઠાવ્યુ. જ્યારે કે મીરાબાઈ 170 કિગ્રા (75 અને 95કિગ્રા) વજન ઉઠાવવામાં સફળ રહી. નાઈજીરિયાની નકેચી ઓપારાએ કુલ 162 કિગ્રા (70 અને 92 કિગ્રા) વજન ઉઠાવીને ત્રીજુ સ્થાન મેળવ્યુ.  જુડોકા નવજોત ચાના અને સુશીલા લિકમાબમને પોતાના વર્ગોના ફાઈનલમાં હાર સાથે સિલ્વર પદકથી સંતોષ કરવો પડ્યો.   
 
 
રેપેજેજમાં કલ્પના થોડમે જીત્યુ બોન્ઝ મેડલ 
 
રેપેચેજ દ્વારા કાંસ્ય પદકની હરીફામાં પહોંચેલ કલ્પના થોડમને મહિલા વર્ગના 52 કિગ્રામાં મોરિશસની ક્રિસ્ટિયન લેગેનટિલને હરાવીને બ્રોંઝ મેડલ જીત્યો તેમણે ઓછી પેનલ્ટી અંક મેળવતા જીત નોંધાવી. કલ્પનાને બે જ્યારે કે ક્રિસ્ટિયનને ત્રણ પેનલ્ટી અંક મળ્યા. 
 
મનજીત નંદલ ચૂક્યા 
 
મનજીત નંદલ (પુરૂષ 66 કિગ્રા) ને બ્રોંઝ મેડલની હરીફાઈમાં દક્ષિણ આફ્રિકાના સિયાબૂલેલા માબુલુના હાથે હારનો સામનો કરવો પડ્યો. મનજીતે ત્રણ જ્યારે કે માબુલુને બે પેનલ્ટી અંક મળ્યા. મનજીત અને કલ્પના ક્વાર્ટર ફાઈનલમાં હારી ગયા હત પણ બંનેયે રેપચેજમાં જીત નોંધાવીને સિલ્વર મેડલની હરીફાઈમાં ક્વોલીફાઈ કર્યુ.  
 
વર્લ્ડ રેકોર્ડથી ચુકી સંજીતા 
 
સંજીતા 175 કિગ્રાના અગસ્તીના નકેમ નાવાઓકોલાના રાષ્ટ્રમંડળ રમતના રેકોર્ડથી બે ક્રિગ્રા પાછળ રહી ગઈ. સંજીતાએ સ્નૈચમાં 77 કિગ્રા વજન ઉઠાવીને અગસ્તીના રાષ્ટ્રમંડળ રમતની બરાબરી કરી.  તેણે ક્લીન અને જર્કમાં 96 કિગ્રા વજન ઉઠાવ્યુ. સ્નૈચ સ્પર્ધના વચ્ચે જ ભારતનો પ્રભાવ સ્થાપિત થઈ ગયો હતો. જ્યારે 20 વર્ષની સંજીતા અને 19 વર્ષની મીરાબાઈકે ક્રમશ 77 કિંગ્રા નએ 75 કિગ્રા વજન ઉઠાવ્યુ. નાઈજીરિયાની ઓપારા સ્નૈચ 70 કિગ્રા વજન જ ઉઠાવી શકી.  તેનો 75 કિંગ્રાનો ત્રીજો પ્રયાસ નિષ્ફળ ગયો. 
 
એશ્લેથી હાર્યા મૈકેંજી 
 
જુડોમા રાષ્ટ્રમંડળ રમત 2010ના સુવર્ણ પદક વિજેતા નવજોત ચાના પુરૂષોના 60 કિગ્રા ભાર વર્ગના ફાઈનલમાં ઈગ્લેંડના એશ્લે મૈકેંજીથી હારી ગયા. ભારતીય ખેલાડીને પેનલ્ટી અંકના આધાર પર હારનો સામનો કરવો પડ્યો. ચાનાને ત્રણ પેનલ્ટી અંક આપવામાં આવ્યા. જ્યારે કે ઈગ્લેંડના ખેલાડીને ફક્ત એક પેનલ્ટી અંક મળ્યો. 
 
મણિપુરની સુશીલા પણ ચમકી 
 
મહિલા વર્ગમાં મણિપુરી જુડોકા સુશીલાએ 48 કિગ્રામાં ફાઈનલના સફર દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યુ. તેમને પોતાના હરીફોને ઈપ્પોનથી હરવીને નાકઆઉટ કર્યુ. તે જો કે ફાઈનલમાં સ્કોટલેંડના કિંબર્લી રેનિક્સને કોઈ ટક્કર ન આપી શકી. સ્થાનીક જુડોકાએ ભારતીય ખેલાડીને ત્રીજા મિનિટમાં જ ઈપ્પોનથી નોકઆઉટ કરી દીધુ.  આ પહેલ સુશીલાએ ઓસ્ટ્રેલિયાના ચોલ રેનરને બે મિનિટ 23 સેકંડમાં હરાવીને ફાઈનલમાં સ્થાન બનાવી લીધુ. સુશીલાએ બે વજારી મેળવ્યા જે એક ઈપ્પોન બરાબર હોય છે.  
 
બેડમિંટન હોકી અને ટીટીમાં પણ જીત્યા 
 
- મહિલા હોકી - ભારતે કનાડાને 4-2થી હરાવ્યુ 
- બેડમિંટન - ભારતે ઘાનાને 5-0થી હરાવ્યુ 
- ટેબલ ટેનિસ - ભારતે વનાતને 3-0થી હરાવ્યુ (પુરૂષ) 
- ટેબલ ટેનિસ - ભારતે બારબડોસને 3-0થી હરાવ્યુ (મહિલા)