ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. રમત સમાચાર
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , ગુરુવાર, 8 એપ્રિલ 2010 (11:48 IST)

ચાઈના કપમાં ભારતીય બોક્સરોની જીત યથાવત

ઓલિમ્પિયન દિવાકર પ્રસાદ (60કિગ્રા) એ ગુઇયાંગ શહેરમાં ચાલી રહેલી એઆઈબીએ થ્રી સ્ટાર બોક્સિંગ ચેમ્પિયનશિપના સેમીફાઈનલમાં પહોંચીને બે વર્ષમાં પોતાનું પ્રથમ આંતરરાષ્ટ્રીય પદક પાક્કુ કરી લીધું છે જ્યારે કુલદીપ સિંહ (75 કિગ્રા) એ પણ અંતિમ ચારમાં પ્રવેશ કરી લીધો છે.

સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓના કારણે બે વર્ષ બાદ રિંગમાં ઉતરેલા દિવાકરે ફ્રાંસના ફરહાની રાડોંસને 11-1 થી હરાવ્યાં. દિવાકરનો શુક્રવારે લ્યૂ કિયાંગથી મુકાબલો થશે. બે વખતના રાષ્ટ્રીય ચેમ્પિયન કુલદીપ સિંહે સ્થાનીય ખેલાડી વૂ ઝિયાઓલુને હરાવીને સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો જ્યાં તેમનો મુકાબલો ચીનના એક અન્ય બોક્સર ઝાંગ જિયાંટિગથી થશે.

ભારતના બન્ને બોક્સરોના સેમીફાઈનલમાં પહોંચવાથી ભારતના ઓછામાં ઓછા ત્રણ કાંસ્ય પદક તો પાક્કા થઈ ગયાં છે. આ અગાઉ જસબીર સિંહ (81 કિગ્રા) ને બાઈ મળ્યાં બાદ સેમીફાઈનલમાં પ્રવેશ મળ્યો હતો.