ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Updated :નવી દિલ્હી , શનિવાર, 26 જુલાઈ 2014 (12:20 IST)

ટીવી પર ઈંટરવ્યુમાં રડી પડી સાનિયા, "મારે કેટલીવાર ભારતીયતા સાબિત કરવી પડશે"

. પાકિસ્તાની વહુ બતાવવથી ટેનિસ ખેલાડી સાનિયા મિર્જા ખૂબ જ દુ:ખી અને નારાજ છે. શુક્રવારે એક અંગ્રેજી ટીવી ચેનલ પર ઈંટરવ્યુ દરમિયાન સાનિયા પોતાનુ દુખ ન રોકી શકી અને તેના આંસુ છલકી પડ્યા. આ દરમિયાન સાનિયાએ કહ્યુ આ અન્યાયપુર્ણ છે કે દેશનુ આટલીવાર નામ રોશન કર્યા પછી પણ તેમને પોતાની ભારતીયતા સાબિત કરવી પડે છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે સાનિયાને તેલંગાનાના બ્રાંડ એમ્બેસેડર બનાવવા પર ભાજપા નેતા કે. લક્ષ્મણે તેમને પાકિસ્તાની વહુ તરીકે ઓળખાવી અને આ નિર્ણયનો વિરોધ કર્યો હતો.  
 
સાનિયાએ ઈંટરવ્યુ દરમિયાન પોતાના આઅંસુઓ પર કાબુ મેળવતા કહ્યુ 'મને ગુરૂવારે ખૂબ જ ખૂબ જ દુ:ખ થયુ. મને નથી લાગતુ કે બીજા દેશોમાં પણ આવુ થાય છે. મને નહોતી ખબર કે મારે કેટલીવાર મારી ભારતીયતા અને દેશભક્તિ સાબિત કરવી પડશે. આ ખૂબ જ દુખદાયી છે. શુ આવુ એટલા માટે થઈ રહ્યુ છે કે મે એક મહિલા છુ કે પછી મે કોઈ બીજા દેશના વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે ? મને નિશાન કેમ બનાવાય રહી છે ? મે લગ્ન પછી પણ ભારત માટે અનેક પદક જીત્યા છે. જ્યારે પણ હુ રમુ છુ તેલંગાના અને ભારતનુ પ્રતિનિધિત્વ કરુ છુ.  હુ જીંદગીભર ભારતીય રહીશ. જો કોઈ મારા પરિવાર કે મારી જડો પર આંગળી ચીંધશે તો હુ આવુ નહી થવા દઉ." 
 
વિવાદનુ કારણ - તેલંગાનાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે મંગળવારે સાનિયા મિર્જાને તેલંગાના બ્રાંડ એમ્બેસેડર બનાવી હતી. આ દરમિયાન સાનિયાને 1 કરોડ રૂપિયાનો ચેક પણ આપવામાં આવ્યો હતો. તેના પર વિરોધ બતાવતા તેલંગાના ભાજપા નેતા કે. લક્ષ્મણે વિધાનસભામાં સાનિયાને પાકિસ્તાની વહુ કહી દીધી. ત્યારબાદ સાનિયાએ એક નિવેદન રજૂ કર્યુ.  આ નિવેદનની નિંદા કરી હતી. આ બાબતે સાંસદમાં પણ હંગામો થયો હતો.