ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. રમત સમાચાર
Written By ભાષા|

દુબઈ ઓપનમાંથી સાનિયા મિર્જા બહાર

N.D
દુબઈ (ભાષા) ભારતીય સ્ટાર સાનિયા મિર્જા અજે અહી એક સેટની બઢત હોવા છતા બીજા દાવમાં ચોથુ સ્થાન મેળવેલ સર્બિયાની યેલેના યાંકોવિચથી 4-6,6-3,6-4 થી હારીને એક કરોડ 50 લાખ ડોલરની દુબઈ ટેનિસ ચેમ્પિયનશીપ બહાર થઈ ગઈ.

સાનિયાએ શરૂઆતી દાવમાં રુસની ક્વાલીફાયર વેરા દુરોવિનાને 7-6, 6-2થી હાર આપી. તે પોતાની પ્રખ્યાત ફોરહેંડ વોલીને કારણે પોતાનાથી ઉંચા રેંકિગની પ્રતિદ્વંદી પર એક સેટ આગળ વધવામાં સફળ રહી.

પણ આ હૈદરાબાદી છોકરી પોતાની આ લયને જાળવી શકી નહી. આનાથી સાર્બિયાની પ્રતિદ્વંદી ખેલાડીએ મેચમાં પોતાનો કબજો જમાવી લીધો. ભારતની 32મી રેંકિગની કેટલીય નાની નાની ભૂલોને કારણે યાંકોવિચનુ કામ વધુ સરળ થઈ ગયુ.

યાંકોવિચે મજબૂત પડકાર રજૂ કરતા બીજા અને ત્રીજા સેટ પોતાના નામ કરતા ડબલ્યૂટીએ ટીયર ટૂ કે ટૂર્નામેંટના આગલા દાવમાં જગ્યા બનાવી.