શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: મુંબઈ , સોમવાર, 24 નવેમ્બર 2014 (14:53 IST)

ધોનીની ટેસ્ટ ટીમમાંથી હકાલપટ્ટી કરવાનું વિચારી રહેલું BCC !

ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમ સમગ્ર શ્રેણી વિરાટ કોહલીની આગેવાનીમાં તમી શકે છે. ભારતીય ક્રિકેટ ટીમના નિયમિત કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના આરામના દિવસો વધુ લંબાઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ટેસ્ટ ટીમમાંથી ધોનીની કાયમી છુટ્ટી કરી દેવા અંગે મન બનાવી લીધું છે.
 
વિરાટને ટીમની કમાન સોંપતા પહેલાં પસંદગીકારોને એડિલેડમાં પહેલી ટેસ્ટના પરિણામની પ્રતિક્ષા રહેશે. જો ભારતીયી ટીમે મેચ ડ્રા પણ કરી લોધો તો ધોનીનું પુનરામગમન એમ કહીને ટાળી દેવામાં આવશે કે ધોની ઈજામાંથી સંપૂર્ણ મુક્ત થયો નથી જો ટીમ ઈંડિયા એડિલેડમાં જીતશે તો ટેસ્ટ ટીમમાં ધોનીની પરત ફરવાના દરવાજા બંધ થઈ જશે. 
 
ઉલ્લેખનીય છેકે  ધોનીએ ઈજા અંગે બોર્ડના વિવિધ અધિકારીઓને અલગ-અલગ માહિતી આપી છે. કોઈને જમણા હાતહ્ની કોણીમાં,કોઈને કાંડામાં અને અધિકારીમે પગના અંગૂઠામાં ઈજા હોવાથી માહિતી છે . આ ઈજાના કારણે તેણે લગભગ બે મહિના સુધી બહાર રહેવું પડી શકે છે. તેમ  છતાં ધોની ઈંડિયન સુપર લીગમાં પોતાની ટીમ ચેન્નઈ ઓફસીની મેચ દરમિયાન પ્રશંસકોના મનોરંજન માટે ગોલકિપિંગ કરતો દેખાયો હતો અને ઈજાગ્રસ્ત હાતહ્થી શોટ પકડતો અને પડતો પણ જોવા મળ્યો હતો. 
 
બોર્ડની અંદર જ્યારે વિરાટને ટેસ્ટ કેપ્ટનશીપ આપવાની યોજના બનવાઈ હતી . ત્યારે પ્રશ્ન ઉભો થયો હતો કે શું ધોની કોહલીના નેતૃતવમાં માત્ર એક વિકેટકીપર બેટસમેન તરીકે રમશે. જો કે અંગે એકમય થઈ શક્યો નહોતો. 
 
સૂત્રોના જણાવ્યા મુજબ ધોનીએ પણ આ અંગે સહમત થયો નહોતો .ઓસ્ટ્રિલિયા પ્રવાસ માટે ટેસ્ટ ટીમની જાહેરાત કરતી વખતે ધોનીનું નામ તેમાં રાખવામા6 આવ્યું તો ખરું પણ એમ કહેવામાં આવ્યું હતું કે પહેલી ટેસ્ટ વિરાટ કોહલી કપ્તાની કરશે. ધોની કે વિરાટના નામની આળ કપતાન કે સ્ટેંડ ઈન કેપ્ટન એવી સ્પષ્ટતા કરાઈ નહોતી.