શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 13 જૂન 2014 (15:57 IST)

ફીફા વિશ્વકપનો પ્રથમ ગોલ આત્મઘાતી (જુઓ વીડિયો)

ફીફા વર્લ્ડ કપ 2014ની પ્રથમ મેચમાં બ્રાઝીલે બાજી મારી લીધી. રોમાંચક હરીફાઈમાં બ્રાઝીલે ક્રોએશિયાને 3-1 થી હરાવો. બ્રાઝીલ તરફથી નેમારે 2 વધુ ઓસ્કરે એક ગોલ કર્યો. આ જીત સસથે જ બ્રાઝીલના ખાતામાં 3 અંક જોડાય ગયા છે.  
 
બ્રાઝીલ તરફથી નેમારે 29મી મિનિટમાં પ્રથમ ગોલ કર્યો. બીજો ગોલ પણ નેમારે બ્રાઝીલ તરપથી રમતના 71મા મિનિટમા કર્યો. નેમારે પેનલ્ટી કિક દ્વારા બ્રાઝીલના માટે બીજો ગોલ કર્યો. 

 
મેચના અંતિમ ક્ષણોમાં 90મી મિનિટ પર ત્રીજો ગોલ બ્રાઝીલિયન ખેલાડી ઓસ્કરે કર્યો. ઓસ્કરે આ ગોલ દ્વારા બ્રાઝીલ 3-1ના અંતર પર આવી ગયુ અને તેની જીત પાકી થઈ ગઈ. 

જો કે મેચનો પ્રથમ ગોલ શરૂઆતના મિનિટમાં જ ક્રોએશિયાના ખાતામાં ગયો.  વગર મહેનતનો આ ગોલ ક્રોએશિયાને બ્રાઝીલી ખેલાડી માર્સ્લોની ભૂલથી મળ્યો. માર્સેલાનો પગ વાગતા બોલ બ્રાઝીલના જ ગોલ પોસ્ટમાં દાખલ થઈ ગયો. જેનાથી વર્લ્ડ કપનો પ્રથમ ગોલ ક્રોએશિયાના નામે થઈ ગયો. બ્રાઝીલના ઈતિહાસમાં આવુ પહેલીવાર થયુ છે કે કોઈ ખેલાડીએ જાતે પોતાની ટીમ વિરુદ્ધ ગોલ કર્યો. 



સૌજન્ય - સોની 6