બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: ગ્લાસ્ગો. , શુક્રવાર, 1 ઑગસ્ટ 2014 (11:58 IST)

રાષ્ટ્રમંડળ રમત - બબીતા યોગેશ્વર અને વિકાસે અપાવ્યો ગોલ્ડ, ભારતના નામે અત્યાર સુધી 13 ગોલ્ડ

રાષ્ટ્રમંડળ રમતના આઠમા દિવસે ભારતને ખાતે આઠ સુવર્ણ પદક આવ્યા. ઓલિમ્પિક કાંસ્ય પદક વિજેતા યોગેશ્વર દત્તે 65 કિગ્રા અને મહિલા પહેલવાન બબીતા કુમારી (55 કિગ્રા વર્ગ)મા ફ્રી સ્ટાઈલ કુશ્તી હરીફાઈમાં સુવર્ણ પદક જીત્યો. બીજી બાજુ ડિસ્કસ થ્રો માં વિકાસ ગૌડાએ ભારતને ગોલ્ડ અપાવ્યો. આ સાથે જ પહેલવાન ગીતિકા જાખડે 63 કિંગ્રા વર્ગમાં રજત અને પવને 86 કિગ્રા વર્ગમાં કાંસ્ય પદક મેળવ્યો.  
 
ભારતે કુશ્તીમાં આ રીતે પાંચ સુવર્ણ છ રજત અને બે કાંસ્ય પદક જીત્યા. ભારતે આ રમતોમાં 14 પહેલવાન ઉતાર્યા જેમા 13એ પદક મેળવી લીધા. ભારતે અત્યાર સુધી 13 સુવર્ણ 20 રજત અને 14 કાંસ્ય સહિત કુલ 47 પદક જીતી ચુક્યા છે અને પદક તાલિકામાં તે પાંચમા સ્થાન પર છે. 
 
ગ્લાસ્ગોમાં પહેલાવાનો એ વધાર્યુ માન 
 
- સુવર્ણ પદક ; સુશીલ કુમાર 74 કિગ્રા અમિત કુમાર 57 કિગ્રા વિનેશ ફોગટ 48 કિગ્રા બબીતા કુમારી 55 કિગ્રા અને યોગેશ્વર દત્ત 65 કિગ્રામા. 
- રજત પદક ; બજરંગ કુમાર 61 કિગ્રા સત્યવ્રત કાદયાન 97 કિગ્રા અને રાજીવ તોમર 125 કિંગ્રા અને લલિતા 53 કિગ્રા સાક્ષી મલિક 58 કિંગ્રા ગીતિકા જાખડ 63 કિગ્રામમાં. 
- કાંસ્ય પદક : નવજોત કૌર 68 કિંગ્રા અને પવન કુમા 86 કિગ્રામાં 
 
વિકાસને મળ્યુ સોનુ 
 
ભારતના વિકાસ ગૌડાએ રાષ્ટ્રમંડળ રમતની ડિસ્કર થ્રો સ્પર્ધામાં સુવર્ણ પદક જીતી લીધો. ગૌડાએ 62.17 મીટર સાથે પ્રથમ સ્થાન મેળવ્યુ. આ પહેલા અન્નુ રાની ભાલા ફેંક પ્રતિયોગિતામાં પોતાના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહી અને ફાઈનલમાં 56.37 મીટરના અંતર સાથે આઠમા સ્થાન પર રહી. મેરઠની 21 વર્ષીય રાનીએ પ્રથમ પ્રયાસમાં 55.23 મીટર ભાલા ફેંક્યો. તેમને બીજા પ્રયાસમાં 56.37 મીટર અને પછી આગામી પ્રયાસમાં 50.35 મીટરનું અંતર કાપ્યુ. 
 
 
કરમાકરને કાંસ્ય પદક - ભારતની દીપા કરમાકરને જીમનાસ્ટિક આર્ટિસ્ટિકમાં દેશ માટે પ્રથમ પદક જીતતા મહિલા વોલ્ટની ફાઈનલમાં 14.366ના સ્કોર સાથે કાંસ્ય પદક જીત્યો. 
 
આજે મુક્કેબાજો પાસેથી છે આશા 
 
દેશના સ્ટાર મુક્કેબાજ વિજેન્દ્ર સિંહે આશા મુજબ જોરદાર પ્રદર્શન કરતા રાષ્ટ્રમંડળ રમતમાં 75 કિગ્રા વર્ગના સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. આ સાથે જ વિજેન્દ્રએ ગ્લાસ્ગો રમતમાં પોતાનો પદક પાક્કો કરી લીધો છે. વિજેન્દ્ર સહિત પાંચ ભારતીય મુક્કેબાજ શુક્રવારે સેમીફાઈનલ રમવા ઉતરશે. જેમા મનદીપ જાંગડા (69 કિગ્રા) એલ દેવેન્દ્રો (49 કિગ્રા) પિંકી રાની (48 કિંગ્રા) અને એલ સરિત દેવી (57 કિગ્રા)નો સમાવેશ છે.