શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: લંડન. , ગુરુવાર, 12 જૂન 2014 (12:41 IST)

રોનાલ્ડો છે સૌથી શ્રીમંત ફ્રીફા ખેલાડી. મૈસી રૂનીને પછાડ્યો

પુર્તગાલ અને રીયાલ મૈડ્રિડ સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો આ ફીફા વિશ્વ કપમાં સૌથી શ્રીમંત ખેલાડી માનવામાં આવે છે. રોનાલ્ડોની નેટ વર્થ 230 મિલિયન ડોલર આંકવામાં આવી છે. આ રેસમાં રોનાલ્ડોના અર્જેંટીનાના લિયૉનેલ મૈસી અને ઈંગ્લેંડના વેન રુનીને પાછળ છોડી દીધા છે.  બીજી બાજુ સ્ટ્રાઈકર વેન રુની (95 મિલિયન ડોલર) મિડફિલ્ડર્સ ફ્રેંક લૈમ્પર્ડ (60 મિલિયન ડોલર) અને સ્ટીવન ગેરાર્ડ (55 મિલિયન ડોલર) સાથે ટોપ 10 વેલ્ધી પ્લેયર્સમાં ઈગ્લેંડની ધાક છે.  
 
2010 વિશ્વ કપ વિજેતા સ્પેનમાંથી ફક્ત ફર્નાડો ટોરેસ જ આ લિસ્ટમાં જોડાયેલ છે. તેમની નેટ વર્થ 50 મિલિયન ડોલર છે. બીજી બાજુ મેજબાન બ્રાઝીલથી વેલ્થ એક્સ વર્લ્ડ કપ રિચ લિસ્ટમાં એક પણ ખેલાડીનુ નામ નથી. બ્રાઝીલના સ્ટાર ફુટબોલર નેયમારની નેટ વર્થ 25 મિલિયન ડોલર આંકવામાં આવી છે. 
 
આ લિસ્ટમાં જોડાયેલ ખેલાડીઓમાં મૈસી અને બફન ઉપરાંત બાકી બધા 8 ખેલાડી ઈલ્ગિંશ પ્રીમિયર લીગના વર્તમાન ખેલાડી છે અથવા તો પૂર્વમાં લીગના એક ભાગ રહી ચુક્યા છે. આ પહેલા બ્રાઝીલે વર્ષ 1950માં વિશ્વ કપ હોસ્ટ કર્યો હતો અને અત્યાર સુધી રેકોર્ડ પાંચ વાર આ ખિતાબને બ્રાઝીલ જીતી ચુક્યુ છે. 32 નેશનલ ટીમ્સ 12 જૂનથી બ્રાઝીલના 12 સ્ટેડિયમ પર ફુટબોલની ધમાલ મચાવશે.