Happy Birthday -અમિતાભ બચ્ચને અમુક રાતો મરિન ડ્રાઈના બાંકડા પર સૂઈને પણ કાઢી- જાણો એવી જ 75 રોચક વાતો

Last Updated: ગુરુવાર, 11 ઑક્ટોબર 2018 (12:42 IST)
41. 2003માં તેમને ફ્રેન્ચ ટાઉન ઓફ ડિઉવિલેની સન્માનિત સિટિઝનશીપ અપાઈ હતી.
 
42. પ્લેનેટ હોલિવૂડના ઓપનિંગ સમયે બ્રુસ વિલિસે એક વાર કહ્યુ હતું કે, મિસ્ટર બચ્ચન કોઈ પણ હોલિવૂડ સ્ટાર કરતા મોટા છે. 
 
43. 2001માં તેમને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતાં. 
 
44. નવી સદીની શરૂઆતમાં જ્યારે તેમની પાસે કામ નહોતું ત્યારે તેમણે યશ ચોપરાને પોતાને કામ આપવા માટે ફોન કરીને કહ્યુ હતું અને તે પછી 'મોહબ્બતે' બની હતી.
 
45. તેઓ અસ્થમાના દર્દી છે. 
 
46. મિસ્થાનિયા ગ્રાવિસ નામની એક સ્નાયુઓની બિમારીથી પણ પીડાય છે. 
 
47. એક જીવલેણ અકસ્માત અને સ્નાયુઓના ડિસઓર્ડર હોવા છતાં, 'અક્ષ' ફિલ્મમાં તેમણે 30 ફૂટની ઊંચાઈએથી કૂદકો મારીને સ્ટંટ કર્યો હતો. 
 
48. 31મી ઓક્ટોબર, 2006મા રોજ, તેમણે માત્ર 5 કલાકમાં 23 સીન શૂટ કરીને 'શૂટઆઉટ એટ લોખંડવાલા'ના યુનિટને ચોંકાવી દીધુ હતું. 
 
49. તેમની દીકરી શ્વેતા, નિખિલ નંદાને પરણેલી છે, જેની માતા રાજ કપૂરની દીકરી હતાં. 
 
50. મિસ્ટર બચ્ચનને સાનુકૂળતા પસંદ છે. તેમના ઘરમાં ઈટાલિયન મારબલનું ફ્લોરિંગ છે, બાથરૂમ ફિટિંગ્સ ફ્રાન્સ અને જર્મનીના છે. 


આ પણ વાંચો :