બુધવાર, 17 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. કલાકારોની પ્રોફાઇલ
Written By વેબ દુનિયા|

નાસ્તિક રામૂ અને 'ફૂંક'

'ફૂંક' બનાવવાનો વિચાર રામગોપાલ વર્માને પોતાના જીવનમાં ઘટિત ઘટનાઓ દ્વારા આવ્યો. આવો જાણીએ તેમના મોઢે તેમને થયેલા અનુભવોની ગાથા :
P.R

જ્યાં સુધી મને યાદ છે કે હુ હંમેશાથી નાસ્તિક જ રહ્યો છુ. હું કદી મંદિરમાં પણ નથી ગયો. અમારી ઘરે ગણેશ પૂજા થતી હતી તો મારી રુચિ ફક્ત પ્રસાદ રૂપે વહેંચાતી મીઠાઈમાં જ હતી.

મને એ શક્તિ (જે કહેવાય છે કે આપણી પર નિયંત્રણ રાખે છે)પર હું વિશ્વાસ નહી કરવો એ મારી અજ્ઞાનતા અથવા પોતાની પર અતિવિશ્વાસનું પ્રતિક છે. પરંતુ હુ થોડી એ ઘટનાઓનો ઉલ્લેખ કરવા માંગુ છુ જેનો કોઈ જવાબ નથી. મારી સાથે આવી ત્રણ ઘટનાઓ ઘટી.

પહેલી ઘટના

વાત દસ કે બાર વર્ષ જૂની છે જ્યારે ગણપતિજી દ્વારા દૂધ પીવાની અફવા આખા દેશમાં ફેલાઈ હતી. હુ મારી ઓફિસમાં બેસ્યો હતો અને તે અફવાઓ સાંભળીને હસી રહ્યો હતો કે લોકો તો બસ કોઈ પણ વાત પણ વિશ્વાસ કરી લે છે. જ્યારે હુ ઘરે ગયો તો મારો ભત્રીજો દોડેને આવ્યો અને કહેવા લાગ્યો કે અંદર ગણપતિ દૂધ પી રહ્યા છે. હું ગભરાઈ ગયો કારણકે આ ઘટના તો મારા જ ઘરમાં થઈ રહી હતી. ચમત્કારને જોવા હું અંદર ગયો તો કંઈ જ ન બન્યુ. મારો ભત્રીજો સ્પષ્ટીકરણ આપી રહ્યો હતો કે એક કલાક પહેલા સુધી ચમત્કાર થઈ રહ્યો હતો. મેં શાંતિનો શ્વાસ લીધો કારણકે રૂમમાં જવાની આ દસ ફૂટના અંતર મારી માટે ભયાનક હતુ. જો મારી સામે ચમત્કાર થયો હોત તો આ પ્રકારની વાતો પર વિશ્વાસ નહી કરવાનો મારો વિશ્વાસ ડગમગી જતો.

બીજી ઘટના

ચેન્નઈ જવા માટે હુ વિમાનમાં બેસ્યો હતો. તે દરમિયાન મારી મુલાકાત કોરિયોગ્રાફર શ્યામક ડાવર સાથે થઈ. મેં કદી તેમની સાથે કામ નહોતુ કર્યુ. હાય-હલો કરવા હું તેમની સાથે બેસી ગયો. તેઓ બારી પાસે બેસ્યા હતા. અમે વાતચીત શરૂ કરી. અચાનક તેમને મારી બીજી બાજુ જોવાનુ શરૂ કર્યુ જાણે કે મારી બીજી બાજુ કોઈ બીજુ બેસ્યુ હોય. એ તરફ જોઈને તેમણે મને પૂછ્યુ શુ તમારા પિતાજી મરી ગયા છે ? હુ આ પ્રકારના પ્રશ્ન માટે તૈયાર નહોતો. થોડી વાર પછી હું બોલ્યો - હા. ડાવરે કહ્યુ - એ અહીં જ છે. મેં કહ્યુ - આનો શું મતલબ ? તેમણે કહ્યુ - તેઓ તમારી ચિંતા કરી રહ્યા છે.

P.R
હું શ્યામકના વિશે વધુ નહોતો જાણતો. થોડાક લોકો એવો દાવો કરતા હતા કે તેને આ પ્રકારની શક્તિઓ મળેલ છે. મેં તેમને કહ્યુ - મને આ પ્રકારની વાતો પર બિલકુલ વિશ્વાસ નથી. તેમણે એ તરફ જોતા કહ્યુ - તમારા પિતાજી પણ કહે છે કે તેમને પણ આ પ્રકારની વાતો પર બિલકુલ વિશ્વાસ નહોતો.

મારા પિતાજી પણ નાસ્તિક હતા. હું ગભરાઈ ગયો અને ઉઠીને પાછો મારી સીટ પર બેસી ગયો. મને આશ્ચર્ય એ વાતનુ હતુ કે શ્યામકને કેવી રીતે ખબર પડી કે મારા પિતાજી પણ નાસ્તિક હતા. પછી મેં મારી જાતને દિલાસો આપ્યો કે હું એક પ્રખ્યાત વ્યક્તિ છુ અને મારા વિશે બધી માહિતિ લોકોને ખબર છે. બની શકે કે ડાવર મારી સાથે મજાક કરતો હોય. હું મારા તર્કોથી સંતુષ્ટ હતો.

ત્રીજી ઘટના

ત્રણ વર્ષ પહેલા હું મારા ઘરે મારી મમ્મી અને બહેન સાથે બેસ્યો હતો. મારી એક સંબંધી સ્ત્રી પોતાના 4 વર્ષના બાળક સાથે આવી. મારી માઁ અને બહેન કહેવા લાગ્ય કે આ બાળકને કોઈ વિશેષ શક્તિ મળેલ છે અને આ લોકોના બધા પ્રશ્નોના જવાબ આપે દે છે. મોટા ભાગે લોકો તેને પ્રશ્નો પૂછવા આવે છે. તે પોતાનો જવાબ લખીને આપે છે. હુ આ સાંભળીને હસવા લાગ્યો અને હું પૂછ્યુ કે 338 અને 486ને ગુણવાથી શો જવાબ મળશે ? તેની મમ્મીએ તેને ચોકલેટની લાલચ આપી તો લગભગ વીસ સેકંડમાં તેણે સાચો જવાબ લખી આપ્યો.

હું ગભરાઈ ગયો કારણ કે આ ચમત્કાર મારી સામે થયો હતો. હુ મારી માઁ અને બહેનને જોઈ ગભરાયો કારણ કે તેમણે માટે તો આ સામન્ય વાત હતી, જેમ કે એ છોકરાએ એબીસીડી લખીને આપી દીધી હોય. મને વિશ્વાસ થયો કે તેમને માટે આ વાત સામાન્ય તેથી હતી કે તે એ બાળકની બીજી વિશેષ શક્તિઓ વિશે જાણતી હતી. મને વિશ્વાસ નહોતો તેથી હુ હેરાન હતો.

આ ત્રણે ઘટનાઓ પછી પણ હું કહુ છુ કે હું નાસ્તિક છુ અને મને આ પ્રકારની શક્તો પર વિશ્વાસ નથી. ગણપતિએ મારી સામે દૂધ નથી પીધુ. શ્યામક અને એ બાળકને પણ હું કદી નથી મળ્યો. શુ થાત જો ગણપતિ મારી સામે દૂધ પી જતા ? શુ થાત જો ડાવર થોડી ઘણી એવી વાતો બતાવત જે હુ અને મારા પિતા જ જાણતા હતા ? શુ થાત જો તે બાળક મારી જીંદગીમાં ફરી આવતો ? તો પછી મારા દ્રઢ વિશ્વાસનુ શુ થતુ ?

મુદ્દો એ છે કે તમે ડ્રોઈંગરૂમમાં બેસીને ખરાબ શક્તિઓ કે અંધવિશ્વાસની વાત કરી શકો છો. તેને નકારી શકો છો, પણ શુ થાત જો આ પ્રકારની ઘટનાઓ તમારા જીવનમાં સાચે જ બની હોત તો ?

P.R
'ફૂંક' એક ભયાનક ફિલ્મ છે. બીક આમાં વિષયને કારણે નાખવામાં આવી છે. પરંતુ આ ફિલ્મ તમને વિશ્વાસ અને અવિશ્વાસના વિશે પ્રશ્ન પૂછે છે કારણ કે દરેકની સાથે આ પ્રકારની ઘટનાઓ જોડાયેલી હોય છે. આપણે આપણા વિચારોની દુનિયામાં પોતાની જાતને સુરક્ષિત અનુભવીએ છીએ. જ્યારે રાત પડે છે તો આપણે અજવાળુ કરી લઈએ છીએ અને એ અંધારાને ભૂલી જઈએ છીએ જે એ રોશનીને ધેરીને બેસ્યુ છે.

કોણ જાણે છે કે આ શક્તિઓ શુ છે ? બની શકે કે એક દિવસ એવો આવે જ્યારે આ અંધારા પક્ષો વિશે બધી ખબર પડી જાય, પરંતુ એ દિવસના આવતા સુધી તમારે ગભરાઈને રહેવુ પડશે, સાવચેતી રાખવી પડશે, વિચારવુ પડશે. કારણ કે તમે આ વિશે વધુ નથી જાણતા.

'ફૂંક'નો મૂળ વિચાર આ જ છે. આ અંધવિશ્વાસ છે, જ્યા સુધી કે તમારી સાથે આ ઘટના ઘટે નહી.