ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. કલાકારોની પ્રોફાઇલ
Written By વેબ દુનિયા|

યોગ્ય દિશામાં છે સમીરા

IFM
'રેસ' ફિલ્મની સફળતાનો શ્રેય સમીરા રેડ્ડીને છોડીને તેમાં કામ કરનારા બધાને મળ્યો. સમીરાના ઘરે ન તો કોઈ નિર્માતાઓની લાઈન લાગી કે ન તો તેમને કોઈ ઉલ્લેખનીય ફિલ્મ સાઈન કરી. એ તો રિયાલિટી શો માં જજની ભૂમિકા નિભાવતી જોવા મળી છે. પાછળથી બધો સમય તે સ્ટેજ શો માં જાય છે.

સમીરાને સોચ તેનાથી વિપરીત છે. તેમનુ માનવું છે કે 'રેસ' ફિલ્મથી તેમને ફાયદો જ થયો છે. જે ભૂમિકા તેમણે નિભાવી છે, તે કોઈ સહેલી નહોતી. એક બેવકૂફ છોકરીના રૂપમાં અભિનય કરવો ખૂબ જ મુશ્કેલ છે. તેમના અભિનયની પ્રશંસા થઈ છે અને ઘણી ફિલ્મોના પ્રસ્તાવ પણ તેમને મળ્યા છે. તેઓ હાસ્ય ભૂમિકાઓને પ્રાથમિકતા આપી રહી છે. કારણકે સામાન્ય રીતે નાયિકાઓ હાસ્ય ભૂમિકાઓ ઓછી નિભાવે છે.

સમીરાને પહેલી તક સોહેલ ખાને 'મૈને દિલ તુજકો દિયા'(2002)માં આપ્યુ હતુ. ખાન પરિવારના તે ખૂબ જ નજીક છે અને તેનો લાભ તેમને મળ્યો. ફિલ્મ ફ્લોપ ગઈ અને સમીરાનો સંઘર્ષ શરૂ થઈ ગયો.

સંજય ગુપ્તા દ્વારા નિર્દેશિત 'મુસાફિર' તેના કેરિયરનો ટર્નિગ પોઈંટ સાબિત થઈ. સંજયે તેમને ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં રજૂ કરી અને આ ફિલ્મ પછી તેમની ઓળખ બની. સમીરા આ ફિલ્મમાં પોતાના સહ કલાકાર અનિલ કપૂરથી ખૂબ જ પ્રભાવિત થઈ અને આજે પણ તેમને પોતાનો માર્ગદર્શક માને છે.

'ટેક્સી નં 9211' જેવી સફળ ફિલ્મો પણ તેમના ખાતાંમાં જમા છે, પરંતુ બોલીવુડના કોઈપણ ક્ષેત્ર સાથે નજીકના સંબંધો ન હોવાથે તેમણે આજે પણ સંઘર્ષ કરવો પડી રહ્યો છે.

આવનારી ફિલ્મ 'રેડ એલર્ટ' થી તેને ઘણી આશાઓ છે. આ ફિલ્મમાં તેમણે લક્ષ્મી નામનુ પાત્ર ભજવ્યુ છે. તે પોલીસ સ્ટેશન મદદ માંગવા જાય છે અને ત્યાં તેની સાથે બળાત્કાર કરવામાં આવે છે. સમીરાના મુજબ આ ફિલ્મ હકીકતની નજીક છે અને આ ચરિત્રને વાસ્તવિક બનાવવા માટે તેમણે પોતાનુ વજન પણ ઘટાડ્યું છે.

IFM
સમીરા વિશે મોટાભાગે એવુ કહેવાય છે કે તેને હિન્દી ફિલ્મોમાં અપેક્ષા મુજબ કામ નથી મળતુ, તેથી તે ક્ષેત્રીય ભાષાઓની ફિલ્મો કરે છે. ખબર નહી આવી વાતો સમીરા વિશે જ કેમ કહેવાય છે. આમ, તો બોલીવુડની ઘણી નાયિકાઓ બીજી ભાષાઓમાં ફિલ્મો કરે છે. ક્ષેત્રીય ફિલ્મો પ્રત્યે સમીરાને એટલે મોહ છે કારણકે આ ફિલ્મોમાં તેમનુ ખૂબ જ મજબૂત રોલવાળી ભૂમિકાઓ મળે છે અને તે આવી કોઈ પણ તક હાથમાંથી જવા નથી દેતી. બંગાળી ફિલ્મોમાં તેનુ નામ ચર્ચામાં છે અને શ્રેષ્ઠ નિર્દેશકો સાથે કામ કરવાની તેને તક મળી રહી છે.

સમીરા સારી રીતે જાણે છે કે તેમની પ્રગતિની ચાલ ધીમી છે, પરંતુ તે એ વાતથી ખુશ છે કે તે યોગ્ય દિશામાં આગળ વધી રહી છે.