બુધવાર, 24 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. કલાકારોની પ્રોફાઇલ
Written By વેબ દુનિયા|

શાહિદ કપૂર :નવા રોમાંટિક હીરો

IFM
'વિવાહ' અને 'જબ વી મેટ' જેવી સફળ ફિલ્મો 27 વર્ષીય શાહિદ કપૂરના ખાતામાં નોંધાયેલ છે અને હવે સૌની નજરો તેમની આવનારી ફિલ્મ 'કિસ્મત કનેક્શન' પર છે. ફિલ્મ જગત સાથે જોડાયેલ લોકોનું માનવુ છે કે આ ફિલ્મની સફળતા શાહિદ કપૂરને સુપરસ્ટારની શ્રેણીમાં લાવી શકે છે. એક ટ્રેડ વિશેષજ્ઞના મુજબ આ ફિલ્મ નએ શાહિદના નસીબ પર સૌની નજરો ગઢાયેલી છે.

શાહરૂખની જગ્યાએ શાહિદ

બોલીવુડમાં જુદા જુદા સમયના જુદા જુદા રોમાંટિક હીરો રહ્યા છે. વર્તમાન સમયમાં રોમાંટિક હીરોની વ્યાખ્યામાં શાહિદ બિલકુલ ફીટ બેસે છે. તેમણે રોમાંટિક ભૂમિકાઓમાં દર્શકોએ પસંદ કર્યો છે. ખાસ કરીને છોકરીઓ શાહિદની પાછળ ઘેલી છે. કોલેજ જનારા છોકરાની ભૂમિકામાં શાહિદ સરળતાથી ફિટ બેસી જાય છે.

શાહરૂખને રોમાંટિક હીરો માનવામાં આવે છે, પરંતુ 40 પ્લસ હોવાને કારણે તે આ પ્રકારની ભૂમિકા નથી નિભાવી શકતા. 'કિસ્મત કનેક્શન'ના નિર્દેશક અજીજે મિર્ઝાએ હંમેશા શાહરૂખની સાથે ફિલ્મ બનાવવાનુ પસંદ કર્યુ છે.

IFM
અઝીજનુ કહેવુ છે કે 'આ ફિલ્મને માટે શાહરૂખ પણ યોગ્ય રહેતા, જો તેમની ઉમંર દસ વર્ષ ઓછી હોતી. ત્રણે ખાન પછી શાહિદ લવર બોયના રૂપમાં એકદમ યોગ્ય છે. મારા ખ્યાલથી તેઓ બધાની પસંદ પણ છે.

એનઆરઆઈ રોમાંસ

'કિસ્મત કનેક્શન'માં શાહિદ પહેલી વાર એનઆરઆઈ રોમાંસ કરતા જોવા મળશે. 'ઈશક વિશ્ક', 'વિવાહ' અને 'જબ વી મેટ'માં તેમણે ભારતીય ઘરતી પર રોમાંસ કર્યો હતો.

'ઈશ્ક વિશ્ક'માં મુંબઈ, 'વિવાહ'માં ભારતના એક નાનકડા શહેરમાં અને 'જબ વી મેટ'માં પંજાબને મુખ્ય રીતે બતાવવામાં આવ્યુ હતુ, પરંતુ 'કિસ્મત કનેક્શન' માં તેઓ ટોરંટોમાં રહેનારા એનઆરઆઈ