શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. કલાકારોની પ્રોફાઇલ
Written By વેબ દુનિયા|

હેપ્પી બર્થ-ડે સંજય દત્ત (સ્લાઈડ શો)

સંજય દત્તની પાંચ શ્રેષ્ઠ ફિલ્મ

રોકી(1981) ફિલ્મથી હીરોના રૂપમાં કેરિયરની શરૂઆત કરનાર સંજય દત્તે પોતાની લાંબી યાત્રામાં ઘણી સફળ ફિલ્મો આપી છે. નકારાત્મક ભૂમિકાઓમાં તેઓ ખૂબ જ પ્રભાવશાળી રહ્યા, કારણકે એમનુ વ્યક્તિત્વ પર આ ઈમેજ ફિટ બેસે છે. જો તેઓ નકામાં વિવાદોથી પોતાને દૂર રાખ્યા હોય તો તેઓ આજે વધુ આગળ હોત. 29 જુલાઈ, 1959ના રોજ જન્મેલા સંજૂ બાબાનો આજે જન્મદિવસ છે. તેમને વધામણી આપવા જોઈએ તેમની પાંચ શ્રેષ્ઠ ફિલ્મો...
IFM

લગે રહો મુન્નાભાઈ (2006)
મુન્નાભાઈની તર્જ પર બનેલી સંજૂ બાબાની આ બીજી ફિલ્મ છે. તેમાં મુન્નાભાઈ અને ગાંઘીજીના અદ્દભૂત મેળાપ નિર્દેશક રાજકુમાર હીરાનીએ બતાવ્યો છે. કેવી રીતે એક મવાલી પર ગાંઘીજીના સિધ્ધાંતો અસર કરે છે, અને તે બદલાઈ જાય છે. સંજય દત્તના અભિનયને ખૂબ જ વખાણવામાં આવ્યો હતો. આ ફિલ્મના શૂંટિંગ દરમિયાન બાપૂના વિચારોની અસર સંજય દત્ત પર પણ પડી.

IFM

મુન્નાભાઈ એમબીબીએસ (2003)
આ ફિલ્મએ સંજય દત્તને એવી લોકપ્રિયતા અપાવી કે તેમનુ નામ નાનાં ભૂલકાંઓથી માંડીને વડીલો સુધીમાં મુન્નાભાઈના નામે પ્રચલિત થઈ ગયુ. એક ગુંડાની ડોક્ટર બનવાની જીદને આ ફિલ્મમાં બતાવવામાં આવી છે. મવાલીની ભૂમિકામાં સંજય દત્ત સ્વાભાવિક લાગે છે. એવુ લાગતુ જ નથી કે તેઓ અભિનય કરી રહ્યા છે. પહેલા આ ભૂમિકા શાહરૂખ ખાન કરવાના હતા, પરંતુ પીઠના દુ:ખાવાને કારણે તેઓએ અસ્વીકાર કર્યો. કદાચ આ ભૂમિકા સંજયના ભાગ્યમાં જ લખી હતી, અને સંજય દત્ત સિવાય કોઈ પણ હીરોએ જો આ ફિલ્મ કરી હોત તો કદાચ આટલી સફળ ન થાત.
IFM


વાસ્તવ (1999)
'વાસ્તવ'માં રધુનાથ નામદેવ શિવાલકરની ભૂમિકા સંજય દત્તે આટલી વિશ્વસનીયતાની સાથે નિભાવી હતી કે તેમણે ઘણ પુરસ્કારો મળ્યા. આ એક એવા યુવાનની વાર્તા હતી જે સંઘર્ષના દિવસોમાં મુંબઈમાં પાવભાજીનો સ્ટોલ લગાવે છે. દુર્ઘટનાવશ તે મુંબઈના અંડરવર્લ્ડનો હિસ્સો બની જાય છે. પોલીસથી તો તે બચી જાય છે, પરંતુ અંતમાં પોતાની માઁ ના હાથથી માર્યો જાય છે. નકારાત્મક પાત્ર ભજવવામાં સંજયનો જવાબ નથી, આ વાત તેમણે આ ફિલ્મ દ્વારા સાબિત કરી આપી.
IFM

સડક (1991)
'સડક' માં લાંબા વાળવાળો સંજય દત્ત ઘણા લોકોને હજુ પણ યાદ હશે. મહેશ ભટ્ટે સંજય દત્તને લઈને આ ફિલ્મ તે સમયે બનાવી હતી, જ્યારે તેમની ઘણી ફિલ્મો સતત ફ્લોપ થઈ હતી. 'સડક' ફિલ્મએ બોક્સ ઓફિસ પર સફળતા મેળવી અને સંજય દત્ત સ્ટાર કલાકારોની શ્રેણીમાં આવી ગયા. સંજયના અભિનયની તેમના પ્રશંસકોએ બેહદ પ્રશંસા કરી.
IFM

નામ (1986)
'નામ' ફિલ્મનુ નિર્માણ રાજેન્દ્ર કુમારે પોતાના પુત્ર કુમાર ગૌરવને સ્થાપિત કરવા માટે કર્યુ હતુ. સંજયની ભૂમિકા ગ્રે-શેડ માટે થઈ હતી અને તે સમયે નાયક આ પ્રકારની ભૂમિકા નહોતા ભજવતા. સંજયે પોતાની ભૂમિકા એટલી જબરજસ્ત રીતે નિભાવી કે દર્શક બંટી(કુમાર ગૌરવ)ને ભૂલી ગયા અને સંજયનુ પાત્ર યાદ રહ્યુ.