અનુષ્કા શર્માનો સારો સમય આવી ગયો છે

વેબ દુનિયા|

W.D
અનુષ્કા શર્મા જેની પહેલી ફિલ્મ શાહરૂખ ખાનની સાથે ચર્ચિત થઈ, તેનો જન્મ 1 મે 1986માં બેંગલોરમાં થયો છે.

સુર્ય કુંડળીને અનુસાર અનુષ્કા મેષ લગ્ન તેમજ તુલા રાશિમાં જન્મી છે. લગ્નની બુધ-ગુરૂ દશા તેને સારો અભિનય, કળા અને પરખ તેમજ સામંજસ્યકારી સ્વભાવ આપે છે. બીજા સ્થાને શુક્ર સ્વરાશિસ્થ છે, જે પ્રભાવશાળી તેમજ મીઠી વાણીની સાથે સારા સુખ-સાધન તેમજ પરિવારનું સુખ આપવામાં સમર્થ છે.

તુલાનો ચંદ્ર લગ્ન પર દ્રષ્ટિકળામાં રસ તેમજ સામર્થ્યનો સુચક છે. પાંચમા સ્થાને સિંહનો કેતુ અધ્યયન-પઠનમાં રસ તેમજ દયાળુ-કલ્યાણકારી સ્વભાવનો સુચક છે. આવકનો રાહુ અચાનક જ ધનલાભ દેખાડે છે. નવમા સ્થાનમાં શનિ શ્રેષ્ઠ છે જે સ્વપરાક્રમથી ઉન્નતિનો સુચક છે. દશમા સ્થાને મંગળ પણ ભરપુર ઉર્જા અને અધિકાર પ્રાપ્તિનો સુચક છે.
વર્તમાનમાં અનુષ્કા ગુરૂની મહાદશામાંથી પસાર થઈ રહી છે. ડિસેમ્બર 2009 પછી ગુરૂમાં શનિનું અંતર થશે જે વૃદ્ધિ કરશે તેમજ વ્યવસાયના ક્ષેત્રમાં નવી સફળતાઓ અપાવનારો હશે.

2013 પછી શક્ય છે કે અનુષ્કા પ્રત્યક્ષ અભિનયની જગ્યાએ નિર્દેશન, પ્રોડ્યુસિંગ તેમજ અન્ય સંબંધિત ક્ષેત્રોમાં હાથ અજમાવી જુએ કે પછી આ ક્ષેત્રના કોઈ વ્યક્તિ સાથે સંબંધ જોડે. હાલમાં તો આવનારા ઘણાં વર્ષો અનુષ્કા માટે સારા છે.
તેણે સાચા અને યોગ્ય સમયની સાથે સારી ફિલ્મો સાઈન કરીને આ સમયનો લાભ ઉઠાવવો જોઈએ.


આ પણ વાંચો :