શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. જ્યોતિષવિજ્ઞાન
  4. »
  5. સિતારો કે સિતારે
Written By વેબ દુનિયા|

મનમોહન કુશળ વહીવટકર્તા

PIB
ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર રહેલા ડો.મનમોહન સિંહનો જન્મ 26 સપ્ટેમ્બર, 1932ના દિવસે પાકિસ્તાનનાં જેલમમાં ધન રાશિમાં થયો હતો. ધન રાશિવાળા જાતક પોતાની ઈમાનદાર છબી તથા સમર્પણની ભાવનાનાં કારણે પ્રસિદ્ધ હોય છે.આ રાશિવાળાનો સ્વામી ગુરૂ છે. જે તમારા જન્મના સમયે નવમા સ્થાને હતો.

ગુરૂની લગ્ન પર સ્વદ્રષ્ટિ જ તેમના વ્યક્તિત્વને ઉજ્જવળ બનાવવામા સફળ સિદ્ધ થઈ. ગુરૂની પાંચમા સ્થાને વિદ્યા, બુદ્ધિ, સંતાન ભાવ પર મિત્ર દ્રષ્ટિ હોવાથી તમને નાણા સંબંધિત કાર્યોમાં ઉત્તમ સફળતાની સાથે સાથે કુશળ વહીવટી ક્ષમતા પણ પ્રાપ્ત થઈ. જ્યારે કોઈપણ કુંડળીમાં લગ્નેશ તથા સુખ ચોથા સ્થાનનો સ્વામી જો નવમા સ્થાને સ્વરાશિ, મિત્રરાશિ કે ઉચ્ચનો હોય તથા સાથે જ તે કેતુની સાથે બિરાજમાન હોય તો જાતક જીવનમાં નિશ્ચિત રીતે ઉચાઈઓ પર પહોંચે છે.

તમારી કુંડળીમા ગુરૂ-કેતુનો યોગ અત્યંત ઉત્તમ છે. ચન્દ્રની મહાદશામાં ગુરૂનાં અંતરના કારણે જ રિઝર્વ બેંકના ગવર્નરનું પદ સંભાળવાનો યોગ બન્યો હતો. તમે સૂર્યની મહાદશામાં ગુરૂના અંતરને કારણે ઈ.સ.1976થી 1980 સુધી રિઝર્વ બેંક તથા ભારતીય ઔદ્યોગિક વિકાસ બેંકના નિર્દેશક રહ્યાં આ બધી વાતો તેમની કુશળ વહીવટી ક્ષમતાને દર્શાવવા માટે પૂરતી છે.

તમારી કુંડલીમાં ભાગ્યેશ તથા કર્મેશ કર્મ ભાવમાં સ્થિત હોવાથી તથા કર્મેશ બુધ ઉચ્ચનો હોવાથી જ તમે શરૂઆતથી જ ભાગ્યશાળી રહ્યાં. જો કે બુધ સાતમા સ્થાનેથી દસમા સ્થાનને જોઇ રહ્યો છે, એટલા માટે સ્ત્રીનાં માધ્યમથી રાજયોગ મળવાથી શક્યતા હતી. તેથી આખરે શ્રીમતી સોનિયા ગાંધીએ તમારુ નામ વડાપ્રધાન પદ માટે સુચવ્યું હતું. આ સમયે ગુરૂનું ગોચરીય ભ્રમણ ભાગ્ય ભાવમાં નવમા સ્થાને થઈ રહ્યું હતું. જે તેમના જન્મના સમયે પણ હતું. આ યોગ ઉત્તમ ફળ આપનારો હોય છે.

તમારી કુંડળીમાં પાંચમું સ્થાન નીચલું હોવાથી આઠમા સ્થાનને જોઈ રહ્યો છે, જે ચન્દ્ર-શુક્રની સાથે છે, જો કોઈ ગ્રહ નીચલી રાશિનો હોય તથા તેનો સ્વામી પણ સાથે હોય તો નીચનો ભંગ થાય છે. ચન્દ્રમા એકલો ધન રાશિમાં આઠમાં સ્થાને હોવાથી નુકસાનપ્રદ નથી હોતો. તમારી કુંડળીમાં ખાસ શ્રીનાથ યોગ જોવા મળે છે. શ્રી નો અર્થ છે લક્ષ્મી તથા નાથનો અર્થ છે સ્વામી. આ યોગ સાતમું સ્થાન ઉચ્ચ હોવાથી દસમા સ્થાને ભાગ્યેશ સૂર્યની સાથે જ હોવાથી બને છે. આ સ્થાન પર બુધાદિત્ય યોગ તથા પાંચમો મહાપુરૂષ યોગમાંથી એક ભદ્ર યોગ બને છે.

ચન્દ્રના સ્થાનને જોવામા આવે તો શશી યોગ શનિ સાતમા સ્થાને હોવાથી બને છે. શ્રીનાથ યોગ હોવાથી પણ તમે બેંક તથા મંત્રી જેવા ઉચ્ચ પદો પર રહ્યાં અને અત્યાર સુધી ગુરૂની કૃપાથી જ તમને વડાપ્રધાન પદ મળ્યુ છે. તમારી કુશળ વહીવટી ક્ષમતા તમને યાદગાર વડાપ્રધાન બનાવશે. તમારી કુંડળીમાં વર્તમાનમાં ગોચરમાં મંગળ નીચલા સ્થાને ચાલી રહ્યોં છે, જે 31 જુલાઈ સુધી આ જ દિશામાં રહેશે. અત્યારે તમારે થોડી સાવધાની રાખવી પડશે અને પછીના ત્રણ વર્ષ તમાર માટે સુખદ સાબિત થશે.