શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. સિતારો કે સિતારે
Written By
Last Updated : ગુરુવાર, 31 ડિસેમ્બર 2015 (12:43 IST)

તમારા પસંદગીના કલાકાર માટે કેવુ રહેશે વર્ષ 2016 ? સલમાન કરશે લગ્ન ?

આવનારુ વર્ષ તમારા પસંદગીના કલાકારો માટે કેવુ રહેશે ?  શુ શાહરૂખ ખાન વિવાદોથી દૂર થઈ શકશે કે સલમાન ખાન વરરાજા બનશે ? કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની ટી-20 ખિતાબ જીતી શકશે કે વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં ભારતને બેસ્ટ બનાવી શકશે ?  અમારા પંડિત  તમને આ કલાકારોની કુંડળી બતાવશે અને સાથે જ બતાવશે કે તેમનો આવનારો સમય કેવો રહેશે. 

સલમાન ખાન 1965
14:37
ઈન્દોર 
 
આ વર્ષે શારીરિક રૂપે તમે સ્વસ્થ રહેશે અને મનમાં પણ પ્રસન્નતાનો ભાવ વિદ્યમાન રહેશે. કાર્યક્ષેત્રમાં આ સમયે તમારી ઉન્નતિ થશે. આ વર્ષે તમારા શત્રુ નિર્બળ થશે અને કેસમાં તમને જીત મળશે. સમાજમાં તમારો પ્રભાવ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. આ સમયે તમારા સમસ્ત રોકાયેલા કાર્ય સંપન્ન થશે.  આ વર્ષે તમારા લગ્નના યોગ પણ બની રહ્યા છે. 20/3/2016 થી તમારો શનિમાં રાહુનુ અંતર રહેશે જે તમારે માટે શુભ રહેશે. કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે પણ તમે આ વર્ષે તમારુ મકાન બદલશો નહી કે ન તો રિનોવેશન કરાવો. 

શાહરૂખ ખાન 
2 નવેમ્બર 1965 
02:30
દિલ્હી. 
 
આ વર્ષે તમારુ આરોગ્ય સારુ રહેશે. આ સમય તમારામાં ઉત્સાહના ભાવની પ્રબળતા રહેશે અને તમારા સમસ્ત શુભ અને મહત્વપૂર્ણ સાંસારિક કાર્ય ઉત્સાહ અને પરિશ્રમથી જ સંપન્ન થશે. આ સમયે તમારી સામાજીક પ્રતિષ્ઠા વધશે અને યશ પણ દૂર દૂર સુધી વ્યાપ્ત રહેશે. બધા લોકો તમને યોગ્ય માન સન્માન આપશે. આ વખતે તમારા શનિની દિશા ચાલી રહી છે અને શુક્રનુ અંતર જે તમારે માટે શુભ સાબિત થશે. 

વિરાટ કોહલી 
5 નવેમ્બર 1988 
10:28
દિલ્હી 
 
શારીરિક સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ વર્ષ તમારે માટે મિશ્રિત રહેશે. ક્યારેક તમને કષ્ટ કે પરેશાનીનો પણ સામનો કરવો પડી શકે છે. સાથે જ માનસિક સ્થિતિ પણ મધ્યમ જ રહેશે. સાથે જ મિત્રો અને સંબંધીઓ સાથે તમારો સંબંધ સામનય રહેશે.  સંબંધોમાં તનાવ પણ આવી શકે છે. આર્થિક દ્રષ્ટિથી પણ વર્ષ સામાન્ય રહેશે. કાર્યક્ષેત્રમાં ઉન્નતિ માટે આ વર્ષ મધ્યમ રહેશે.  ઉન્નતિ માટે તમારે ખૂબ પરિશ્રમ કરવો પડશે. બિનજરૂરી વિલંબ અને અવરોધનો સામનો કરવો પડી શકે છે. 

મહેન્દ્ર સિંહ ધોની 
7 જુલાઈ 1981 
11:15 
રાંચી 
 
આ વર્ષે તમારુ શારીરિક સ્વાસ્થ્ય સારુ રહેશે અને માનસિક રૂપથી તમે શાંત અને સંતુષ્ટ રહેશો. આ સમય ભાઈઓ તરફથી તમને પૂર્ણ સુખ અને સહયોગ મળશે અને તેમની તરફથી તમારુ સન્માન વધશે. આ સમય તમે નવુ કાર્ય શરૂ કરશો. તેમા તમને જરૂરી સફળતા મળશે. આ વર્ષ તમારે માટે શુભ અને અનુકૂળ રહેશે. આ વર્ષ રાજનૈતિક વ્યક્તિઓ સાથે તમારો સંપર્ક સ્થાપિત થશે. આર્થિક દ્રષ્ટિએ આ વર્ષ તમારે માટે સારુ રહેશે. 

સાનિયા મિર્જા 
15 નવેમ્બર 1986 
05:20
મુંબઈ. 
 
આ વર્ષે શારીરિક રૂપે તમે સ્વસ્થ રહેશો અને માનસિક શાંતિ અને સંતુષ્ટ બની રહેશે. આર્થિક દ્રષ્ટિથી આ વર્ષ તમારે માટે શુભ જ રહેશે. આ સમય તમારો શત્રુ પ્રબળ રહેશે અને સમય સમય પર તમારે માટે બિનજરૂરી સમસ્યાઓ ઉભી થશે. જીવનસાથીનુ સુખ અને સહયોગ મળશે. કાર્યક્ષેત્ર માટે આ વર્ષ સામનય રહેશે અને આત્યાધિક પરિશ્રમ અને પરાક્રમથી જ તમને ઈચ્છિત સફળતા મળશે. 
અજિકય રહાણે 
5 જૂન 1988 
12:00
અહમદનગર 
 
આ વર્ષ શારીરિક રૂપે તમારી સ્વસ્થતા બની રહેશે. સાથે જ માનસિક રૂપે પણ તમે શાંત અને પ્રસન્ન રહેશો. આ સમય તમારા ઉત્સાહના ભાવની પ્રબળતા રહેશે અને તમારા સમસ્ય શુભ અને મહત્વપૂર્ણ સાંસારિક કાર્ય ઉત્સાહ અને પરિશ્રમથી જ સંપન્ન કરશો. આ સમય તમારી સામાજીક પ્રતિષ્ઠા વધશે અને યશ પણ દૂર દૂર સુધી વ્યાપત રહેશે. 
સાઈના નેહવાલ 
17 માર્ચ 1990 
12:19
હિસાર 
 
શારીરિક સ્વાસ્થ્યની દ્રષ્ટિથી આ વર્ષ તમારે માટે સારુ નહી રહે. વાત જનિત રોગ કે તાવ વગેરેથી તમને તકલીફ થઈ શકે છે. આ વર્ષ થોડુ મધ્યમ રહી શકે છે. આ વર્ષે તમારા શુભ અને મહત્વપૂર્ણ કાર્ય ઓછા સમયમાં જ સફળ થશે અને મોટાભાગના કાર્યોમાં નિષ્ફળતા મળી શકે છે અને અવરોધો પણ ઉભા થઈ શકે છે.