શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. મિઠાઈ
Written By
Last Modified: સોમવાર, 12 જાન્યુઆરી 2015 (17:50 IST)

ઉત્તરાયણ સ્પેશ્યલ - ડ્રાયફ્રુટ ચીકી

સામગ્રી:   - ૧ કપ ખાંડ - ૧/૪ કપ કાજુ નો અધકચરો ભૂકો - ૧/૪ કપ અખરોટ નો અધકચરો ભૂકો - ૧/૪ કપ બદામ નો અધકચરો ભૂકો - ૧/૪ કપ પીસ્તા નો અધકચરો ભૂકો - ૧/૪ ટી.સ્પૂન કેસર ના રેસા 
 
બનાવવાની રીત:   સૌપ્રથમ કાજુ,બદામ,અખરોટ અને પીસ્તા ને ઘી કે બટર મૂકી શેકી લેવા.અને પછી તેનો અધકચરો ભૂકો કરી સાઈડ પર રાખવો. હવે એક નોન સ્ટીક કઢાઈ માં ખાંડ લઇ ગરમ કરી તેની ચાસણી બનાવવી. પાયો થઇ જાય એટલે તેમાં કાજુ,બદામ,પીસ્તા,અખરોટ અને કેસર નાખી તરત જ ગેસ બંધ કરી હલાવી લો. હવે તેને ગ્રીસ કરેલી થાળી કે આડણી પર મૂકી લુવો કરી વેલણથી વણી લો,થોડું ઠંડુ થાય એટલે તવેથા થી ઉખાડી કટરથી કપ કરી લો.