ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ
Written By વેબ દુનિયા|

પુલાવ સ્પેશ્યલ - જયપુરી પુલાવ

સામગ્રી: 2 કપ બાસમતી ચોખા, 2 કપ ખાંડ, 1 કપ ઘી, 1/2 કપ ચિરોંજી (પાવડર કરેલી), 25 બદામ, પલાળીને ઝીણી સમારેલી, 25 પિસ્તા, ઝીણા સમારેલા, 1 ટીસ્પૂન ઈલાયચી પાવડર, 1/4 ટીસ્પૂન જાયફળનો પાવડર
1/2 ટીસ્પૂન કેસર 1 ટીસ્પૂન દૂધમાં પલાળેલું, 4 કપ દૂધ
P.R

બનાવવાની રીત: - ચોખાને પાણીમાં ધોઈને પછી ચોખ્ખા પાણીમાં બે કલાક પલાળી રાખો. બે કલાક પછી ચોખાને નિતારી લો. એક કઢાઈમાં ઘી ગરમ કરો અને તેમાં આ નિતારેલા ચોખા ઉમેરો અને પાણી નાખો. કઢાઈને ઢાંકીને ધીમી આંચ પર ચોખાને પાકવા દો. વચ્ચે અમુક વાર ચોખાને હળવેથી હલાવો જેથી ચોખાના દાણા તૂટે નહીં.

ચોખા રંધાઈ જાય એટલે તેમાં ઈલાયચી અને જાયફળનો પાવડર, ડ્રાય ફ્રૂટ્સ, ખાંડ અને કેસર ઉમેરો. ચોખાનો દરેક દાણો છૂટો પડી જાય તે રીતે હળવા હાથે મિક્સ કરો. સ્વિટ ડિશ તરીકે પીરસો જયપુરી મેવા પુલાવ.