ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ
Written By વેબ દુનિયા|

સ્વાદિષ્ટ વાનગી - કેરીની ખીર

સામગ્રી - 4 કપ પાકી કેરીનો પલ્પ, 1 લીટર દૂધ, 1 ચમચી પીસેલી ઇલાયચી, અડધો કપ કાજુ, અડધો કપ બદામ, અડધો કપ કિશમિશ, 1 કપ બાસમતી ચોખા, 3-4 કપ ઘી, 1 ચમચી કેસર, 2-3 કાપેલા સફરજન, 1 કપ ખાંડ.
P.R

બનાવવાની રીત - એક ઊંડી કઢાઇ લો અને તેને ગેસની આંચ પર મૂકો. સૌથી પહેલા તેમાં દૂધ નાંખી સામાન્ય આંચ પર ઉકળવા દો. ત્યારબાદ કેમાં પીસેલી ઇલાયચી નાંખો. હવે કઢાઈમાં કેરીનો પલ્પ, બદામ અને કિશમિશ નાંખો.

હવે એક બીજી કઢાઈ લઇ તેને ગેસની આંચ પર ચઢાઓ તથા તેમાં ઘી નાંખી ગરમ કરો. હવે તેમાં ચોખા નાંખો અને 2-3 મિનિટ સુધી રાંધો. એક વાતનું ધ્યાન રાખો કે ચોખા લાલ ન થઇ જાય. ત્યારબાદ કેસરને પણ દૂધવાળી કઢાઈમાં નાંખી દૂધ બરાબર હલાવી દો. ત્યારબાદ તેમાં ઘીમાં શેકેલા ચોખા નાંખો અને 4-5 મિનિટ સુધી ગેસની આંચ પર પાંચેક મિનિટ ઉકળવા દો. હવે આ કઢાઈને ઉપરથી ઢાંકી દો અને ગેસની આંચને ધીમી કરી દો.

દૂધમાં ઉમેરેલા ચોખાને સારી રીતે ચઢી જવા દો. ત્યાર પછી 10 મિનિટ બાદ ઢાંકણ ખસેડી લો.

હવે બધું મિશ્રણ ઘટ્ટ થઇ જાય એટલે ગેસની આંચ બંધ કરી દો. હવે ખીરને ઠંડી કરવા માટે ફ્રીઝમાં મૂકી દો. જ્યારે ખાવી હોય ત્યારે ફ્રીઝમાંથી કાઢી બાઉલમાં સર્વ કરી સફરજનની સ્લાઇસ અને કાજુથી ગાર્નિશ કરી સર્વ કરો.