બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. મિઠાઈ
Written By

તરબૂચનુ શરબત

સામગ્રી - 4 ગ્લાસ તાજુ લાલ સમારેલુ તરબૂચ. 1 ગ્લાસ ખાંડ, 3 ગ્લાસ દૂધ, 150 ગ્રામ માવો, કાજૂ, કિશમિશ, બદામ અને અડધી નાની ચમચી ઈલાયચી પાવડર.

બનાવવાની રીત - તરબૂચના બીજને અલગ કરીને ખાંડ ભેળવો અને મિક્સરમાં ચલાવી લો. ગરમ દૂધમાં કાજૂ કિશમિશ અને બદામ ભેળવીને પલાળી દો.

ત્રણ ચાર કલાક પલાળ્યા પછી આને પણ મિક્સરમાં ફેરવીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને તરબૂચના રસ સાથે મિક્સ કરો. વાટેલો બરફ નાખી ઠંડુ ઠંડુ પીરસો.