શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ
Written By વેબ દુનિયા|

ખીર વિથ પનીર

N.D
સામગ્રી - 1 લીટર દૂધ, 100 ગ્રામ પનીર, 1/4 ટી સ્પૂન કેસર, 1 મોટી ચમચી ગુલાબજળ, 200 ગ્રામ ખાંડ, 1 ચપટી મીઠો પીળો રંગ, 50 ગ્રામ ચારોળી, કિશમિશ, કતરેલી બદામ, સજાવવા માટે ચાંદીની વર્ક.

બનાવવાની રીત - કેસરને ગુલાબજળમાં ઘૂંટીને જુદી મૂકો. પનીરને સારી રીતે મેશ કરો. તેની નાની નાની ગોળીઓ બનાવો. તેને ગરમ પાણીમાં મીઠો પીળો રંગ નાખીને 5 મિનિટ રાખો. હવે દૂધ ગરમ થવા મૂકો. ઉકાળો આવ્યા પછી ઘીમા તાપ પર દૂધ અડધુ રહેતા સુધી ઉકાળો. હવે તેમા પનીરની ગોળીઓ નાખો. આ ઉપરાંત ખાંડ, કેસર અને મેવા નાખીને થોડીવાર સુધી ઉકળવા દો. . સ્વાદિષ્ટ ખીર તૈયાર છે. આને ચાંદીની વરકથી સજાવી ગરમ કે ઠંડી પીરસો.