શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. મિઠાઈ
Written By
Last Modified: રવિવાર, 14 ઑગસ્ટ 2016 (00:14 IST)

ગુજરાતી રેસીપી- તિરંગી બર્ફી

સ્વતંત્રતા દિવસના અવસર પર આઝાદીની ખુશીમાં મોઢું મીઠા કરવાની વાત છે તો શા માતે ન કેસરિયા , સફેદ અને લીલું આ તિરંગા 15 અગસ્તના ઉત્સવ પર  મીઠાઈ  પણ મિક્સ કરી નાખીએ તો તૈયાર થઈ જાઓ તિરંગી બરફી બનાવા માટે 
સામગી- 
500 ગ્રામ માવા 
250 ગ્રામ ખાંડ 
100 ગ્રામ ઘી 
 
બદામ , કાજૂ , બે ચમચી નારિયળ ભૂકો. 
 
2-3 ટીંપા લીલો રંગ , 2-3 ટીંપા કેસરિયો રંગ  2-3ચાંદી વર્ક , 
 
સજાવટ માટે- કેસર , નારિયળ ભૂકો અને પિસ્તાથી સજાવો તિરંગી બરફી 
બનાવવાની રીત- 
* એક કડાહીમાં ઘી ગર્મ કરી , ગર્મ ઘી માં બદામ , કાજૂ ,ને શેકી લો. 
* પછી બીજી કડાહીમાં માવો શેકો હળવું ગુલાબી થતા માવામાં ખાંડ નાખી હલાવતા રહો. જ્યારે ખાંડ પૂરી રીતે ગળી જાય તો ગૈસ બંદ કરી દો. 
* પછી માવાને ત્રણ ભાગમાં વહેંચી લો , માવાના એક ભાગમાં લીલો રંગ , એક ભાગ વગર રંગ નું સફેદ રાખો. એક ભાગમાં કેસરિયો રંગ અને થોડા કેસર મિક્સ કરો. 
 
* હવે એક થાળીમાં ઘી લગાડો અને થાળીમાં સૌથી પહેલા લીલા રંગના માવાની પરત પથારો પછી સફેદ માવો અને સૌથી ઉપર કેસરિયો રંગના માવાની પરત લગાવો. 
 
* પછી માવા ઉપર થી બદામ અને પિસ્તા નાખી ઠંડું થવા માટે મૂકી દો. પછી ચાંદીના વર્ક લગાવીને બરફીન આકારમાં કાપી લો. 
 
ત્રીરંગી બરફી તૈયાર છે.