ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ
Written By વેબ દુનિયા|

નારિયળના લાડુ

N.D
સામગ્રી - એક લીલુ નારિયળ, 500 ગ્રામ દૂધ, 100 ગ્રામ માવો, 300 ગ્રામ ખાંડ, 1 મોટી ચમચી ઘી, 5-6 ઈલાયહી, 8-10 કેસરના રેસા, બદામ-પિસ્તા કતરેલા અડધી વાડકી.

બનાવવાની રીત - નારિયળ ફોડીને અંદરનુ કોપરુ કાઢી લો. કોપરાના બ્રાઉન પડને ચપ્પુ કે છીણીથી જુદુ કરી લો. હવે ફક્ત સફેદ ભાગના ટુકડા કરી મિક્સરમાં ઝીણુ વાટી લો અને 500 ગ્રામ દૂધ મિક્સ કરી ગેસ પર થવા દો. મિશ્રણ ઘટ્ટ થવા માંડે કે ખાંડ મિક્સ કરો. જો મિશ્રણ સેંકવામાં ચોંટે તો જ ઘી નાખો.

માવો સેકી લો, ધ્યાન રાખજો કે લાલ ન થાય. થોડો ઠંડો થાય કે વાટેલી ઈલાયચી અને કેસર અને નારિયળનુ મિશ્રણ નાખો. બદામ પિસ્તા ભભરાવી લાડુ બનાવી લો. લો તૈયાર છે સ્વાદિષ્ટ નારિયળના લાડુ.