શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. મિઠાઈ
Written By
Last Modified: શનિવાર, 28 મે 2016 (14:42 IST)

બ્રેડની બરફી

તમે બ્રેડને જેમ અને સેંડવિચ બનાવીને જુદી જુદી રીતે ખાધુ હશે પણ શુ ક્યારેય બ્રેડની બરફીનો ટેસ્ટ કર્યો છે.  ચાલો આજે અમે તમને બ્રેડની બરફી બનાવતા શીખવાડીશુ. 
 
સામગ્રી - 2 કપ બ્રેડનો ચુરો, 1 કપ દૂધ, 1 કપ સુકુ નારિયળ 3. 1 કપ ખાંડ , એક મોટી ચમચી ઘી, 15-20 બદામ-કાજુ (કતરેલા) 
 
બનાવવાની રીત - બ્રેડના ચૂરાને દૂધમાં પલાળીને 10 મિનિટ સુધી રાખો. બીજી બાજુ પેનમાં છીણેલુ નારિયળ અને ખાંડ મિક્સ કરો તેમજ ધીમા તાપ પર પકવો. હવે તેમા બ્રેડનો ચુરો મિક્સ કરો અને 5-6 મિનિટ સતત હલાવતા રહો. પછી ઘી નાખો અને ત્યા સુધી પકવો જ્યા સુધી તે ઘી ન છોડે.  થાળીમાં ઘી લગાવીને આ મિશ્રણને ફેલાવો અને સુકામેવાથી સજાવો. ઠંડુ થતા મનપસંદ આકારમાં કાપો અને સર્વ કરો.  મનપસંદ આકારમાં કાપી લો.