ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ
Written By વેબ દુનિયા|

રસભરી જલેબી

N.D
સામગ્રી - 100 ગ્રામ આરારોટ, માવો-ખાંડ 500-500 ગ્રામ, શિંગોડાનો લોટ 200 ગ્રામ, દૂધ 200 ગ્રામ, વાટેલી ઈલાયચી.

બનાવવાની રીત - માવાને ચાયણી ઉંધી કરીને મસળી લો. તેમા આરારોટ અને શિંગોડાનો લોટ મિક્સ કરો. દૂધ મિક્સ કરી સારી રીતે ફેંટો. ઈલાયચી પાવડર નાખી મિશ્રણને એકસાર કરો. જલેબીનો આથો તૈયાર છે.

ખાંડની એક તારની ચાસણી બનાવી મૂકી દો. હવે કડાહીમાં ઘી ગરમ કરો અને સૂતી કપડામાં વચ્ચે કાણુ પાડો અને મિશ્રણ ભરો અને જલેબીઓ તળીને ચાસણીમાં નાખો. થોડીવાર પછી કાઢીને ગરમા ગરમ રસભરી જલેબી સર્વ કરો.