શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ
Written By નઇ દુનિયા|

વસંત બહાર

N.D
સામગ્રી - 1 લીટર દૂધ, 50 ગ્રામ ચોખાનો લોટ, ખાંડ સ્વાદમુજબ, થોડી કેસર ગરમ દૂધમાં ઓગાળેલી, 1 ચીકૂ, 1/2 સફરજન, સંતરાની ફાંક સાત આઠ. થોડા દાડમના દાણા, 1/2 ટી સ્પૂન ઈલાયચી, સજાવવા માટે ગુલાબની પાંખ, ચાંદીની વરક

બનાવવાની રીત - સૌ પ્રથમ સફરજન, કેળા, ચીકૂને છોલીને કાપી લો. સંતરાની ફાંક છોલીને અંદરનો ગૂદો કાઢી લો. દાડમાના દાણા કાઢી લો. હવે ચોખાના લોટને 1/2 કપ દૂધમાં મિક્સ કરી પેસ્ટ બનાવો. બચેલા દૂધને ગરમ કરો. ઉકાળો આવતા ચોખાનુ પેસ્ટ નાખો અને સતત હલાવતા ઉકળવા દો. ઘટ્ટ થઈ જાય ત્યારે સ્વાદમુજબ ખાંડ અને કેસર નાખી હલાવો. હવે વાટેલી ઈલાયચી નાખો અને પાંચેક મિનિટ ઉકળવા દો. પછી ગેસ પરથી ઉતારી ઠંડી થવા દો. કાંચની સુંદર વાડકીમાં કતરેલા ફળ નાખો. ઉપરથી ઠંડુ કેસરી દૂધ મિક્સ નાખો. તેને ગુલાબની પંખડીઓથી અને ચાંદીની વરકથી સજાવો. વસંત બહાર તૈયાર છે. આ વ્યંજન દેખાવમાં જેટલુ સુંદર છે તેટલુ જ સ્વાદિષ્ટ પણ છે.